કોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો

  • March 09, 2021 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાસિક અને થાણેમાં બધું જ બંધ: અનેક હોટ સ્પોટ નીકળ્યા, રાજ્યની ભારે ગંભીર હાલત



દેશમાં ફરીવાર કોરોનાવાયરસ તરખાટ મચાવી રહ્યો છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં સૌથી વધુ નવા કેસ બહાર આવી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રની હાલત દિન-પ્રતિદીન વધુ ગંભીર બની રહી છે અને થાણેમાં તેમજ નાસિક શહેરોમાં લોકડાઉન લાદી દેવાની ફરજ પડી છે. મુંબઈમાં નવા કેસમાં 89 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.
મુંબઈ મહાનગરી ની હાલત ઝડપથી બગડી રહી છે અને સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એક્ટિવ કેસમાં 89 ટકા જેટલો ઉછાળો આવી જતા અલગ અલગ વિસ્તારોમાં ટેસ્ટિંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નિયંત્રણો લગાવવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

 


કોરોના ની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લોકડાઉન નું પગલું લીધું છે અને થાણેમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. એજ રીતે નાસિકમાં પણ ભારે ઝડપથી નવા કેસ બહાર આવી રહ્યા છે ત્યારે અહીં વિકેન્ડ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.

 


સરકારના જણાવ્યા મુજબ થાણેમાં 11 જેટલા હોટસ્પોટ મળી આવ્યા છે અને દરેક વિસ્તારમાંથી નવા કેસ બહાર આવ્યા છે માટે લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. જોકે નાસિકમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો જરૂર પડશે તો લોકડાઉન લંબાવી દેવામાં આવશે અને તેની અવધિમાં વધારો કરવામાં આવશે.

 


મુંબઈ ની હાલત ઝડપથી બગડી રહી છે અને પાછલા માસની તુલનામાં એક્ટિવ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે ખાસ કરીને અંધેરી ચેમ્બુર ગોવંડી સહિત આઠ જેટલા વોર્ડમાં સૌથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે અને આ બધાંનો સરવાળો કરીએ તો સૌથી વધુ કેસ બની રહ્યા છે.

 


મુંબઈમાં કોરોના વાયરસ ને અટકાવવા માટે અનેક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે અને તેનો અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે અને દંડની કાર્યવાહી પણ ઝડપી બનાવી દેવામાં આવી છે. રેસ્ટોરન્ટ સિનેમા ઘરો અને ખાણીપીણીના સ્થળો તેમ જ હરવા-ફરવાના સ્થળો તરફ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ચેકિંગની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS