મુંબઈ, ભોપાલ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી લોકડાઉન

  • April 09, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કણર્ટિકના અનેક જિલ્લાઓમાં આવતીકાલથી નાઈટ કર્ફ્યુ, છત્તીસગઢમાં નિયંત્રણો, દિલ્હી યુપીમાં રાત્રી કર્ફ્યું



દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેર નો તરખાટ શરૂ થયો છે અને તેને અટકાવવા માટે ફરી વાર અલગ-અલગ રાજ્યોમાં નિયંત્રણો, નાઈટ કર્ફ્યુ તેમજ મીની લોકડાઉન લેવા પગલાં શરૂ થયા છે અને આજથી તેનો અમલ પણ શરૂ થઇ રહ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન આજથી અમલમાં છે અને શનિ-રવિ બે દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં બધુ બંધ રહેશે

 


મુંબઈ છત્તીસગઢ રાયપુર તેમજ મધ્યપ્રદેશના ભોપાલ સહિત દેશના અનેક શહેરોમાં વિકેન્ડ લોકડાઉન નો આજથી પ્રારંભ થયો છે અને બધું જ બંધ પડી ગયું છે. જોકે આમ તો દેશના કેટલાક શહેરોમાં ગત માર્ચ માસથી જ નાઈટ કર્ફ્યુ લગાવવાની કવાયત શરૂ થઇ ગઇ હતી.

 


કોરોના બીજી લહેર ના કેસ ભારે ભયંકર ગતિથી દેશના અનેક રાજ્યોમાં બહાર આવી રહ્યા છે ત્યારે કડક અને આકરા પગલાં લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. મહારાષ્ટ્રની જેમ મધ્યપ્રદેશમાં પણ આજથી વિકેન્ડ લોકડાઉનનો અમલ શરૂ થઇ ગયો છે.

 


છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં નવ દિવસ માટે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને છઠ્ઠી એપ્રિલથી તેનો અમલ કરાવવામાં આવી રહ્યો છે અને હજુ પણ જો જરૂર પડશે તો આ પગલાને લંબાવી દેવામાં આવશે તેવો સંકેત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

 


દેશના અનેક રાજ્યોના ઘણા બધા શહેરોમાં નાઈટ કર્ફ્યુનો અમલ ચાલી રહ્યો છે. બેંગ્લોરમાં 10 એપ્રીલથી નાઈટ કર્ફ્યુ અમલમાં આવી જશે એટલે કે આવતી કાલથી કણર્ટિકના અનેક જિલ્લાઓમાં આ પગલા નો અમલ શરૂ થઈ જશે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ નાઈટ કર્ફ્યુ નો અમલ શરૂ થઇ ગયો છે.

 


દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેરનો નો પ્રતિકાર કરવા માટે અને લોકોના જાન બચાવવા માટે આકરા પગલાં અમલ શરૂ થઇ ગયો છે અને જેમ જરૂર લાગશે તેમ આ પગલા લંબાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS