છત્તીસગઢમાં 18 જિલ્લામાં લોકડાઉન: મહારાષ્ટ્ર , બિહાર, યુપીમાં રોજ હજારો કેસ

  • April 12, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 63,000 નવા કેસ અને 350 મોત, બિહારમાં એક દિમા 7200 કેસ: દિલ્હીમાં લોકડાઉન લાગી શકે



દેશમાં ભારે ભયંકર ગતિ સાથે કોરોનાવાયરસ ફેલાઈ રહ્યો છે અને અલગ-અલગ રાજ્યોમાં હજારોની સંખ્યામાં રોજ નવા કેસ બહાર આવી રહ્યા છે. મૃત્યુ ની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. મોટાભાગની રાજ્ય સરકારો એક જ કામ પાછળ ધંધે લાગી ગઈ છે.

 


છત્તીસગઢમાં હાલત વધુ ગંભીર બનતી જાય છે અને ત્યાં 28 જિલ્લાઓમાંથી 18 જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન રાખવાની ફરજ પડી છે. રાજ્યમાં કોરોનાવાયરસ ભયંકર ગતિ સાથે ફેલાઈ રહ્યો છે અને મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહ્યું છે.

 


મહારાષ્ટ્ર રાજ્યની હાલત પણ દરરોજ ગંભીર બની રહી છે અને છેલ્લા 24 કલાક દરમિયાન અહીં 63000 થી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 350 દર્દીઓ ના મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન અંગે ફાઇનલ નિર્ણય થઇ જવાની સંભાવના છે.

 


એ જ રીતે દિલ્હી માં પણ દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં એમ કહી દીધું છે કે જો હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઘટતી જશે તો લોકડાઉન નાખવાની ફરજ પડશે કારણ કે ગમે તેમ કરીને લોકોના જાન બચાવવા જરૂરી છે.

 


બીજી બાજુ બિહાર રાજ્યની હાલત પણ હવે અત્યંત ખરાબ થઈ રહી છે અને ત્યાં પણ દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન બિહારમાં 7200 થી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે અને કેટલાક દર્દીઓ ના મૃત્યુ પણ થઇ ગયા છે. અહીં દવાખાનાઓમાં સુવિધાઓનો સદંતર અભાવ દેખાઈ રહ્યો છે.
દેશના કેટલાક રાજ્યોમાં ભારે ગંભીર ઝડપ સાથે નવા કેસ બહાર આવતાં કડક નિયમો લગાવવામાં આવ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં આકરા નિયમો લગાવવામાં આવશે અને નાઈટ કર્ફ્યુ અનેક રાજ્યોમાં ચાલી જ રહ્યો છે પરંતુ હજુ આકરા નિયમો લાદવા પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS