મહારાષ્ટ્રના નંદુરબારમાં આજ રાતથી લોકડાઉન

  • March 31, 2021 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔરંગાબાદમાં હવે લોકડાઉન નહીં, નિર્ણય મુલતવી: નવા કડક પગલાં રાજ્ય માટે જાહેર થઈ શકે



કોરોનાવાયરસ ને વધુ ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારોએ સખત પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે અને તેમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી આગળ રહ્યું છે અને આ રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે ત્યારે નંદુરબાર જિલ્લા માં આજ રાતથી લોકડાઉન ની જાહેરાત કરી દેવામાં આવી છે.

 


આજ રાતથી લોકડાઉન નો અમલ શરૂ થઈ જશે અને તે 15 એપ્રિલ સુધી યથાવત રહેશે અને ત્યારબાદ જરૂર પડ્યે તેને લંબાવવા આવશે તેવો સંકેત પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં નવા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

 


મહારાષ્ટ્ર રાજ્ય ઉપરાંત પંજાબ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં પણ કોરોના વાયરસ ને અટકાવવા માટે નાઈટ કર્ફ્યુનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. જોકે મહારાષ્ટ્ર રાજ્યની હાલત પહેલાથી જ ખરાબ રહી છે અને સૌથી વધુ કડક પગલાંની જાહેરાત કરવી પડી છે.

 


હજુ પણ અનેક રાજ્યો એવા છે જે પોતાના રાજ્યમાં પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે નાઈટ કર્ફ્યું લાદવાનો વિચાર કરી રહ્યા છે અને કેન્દ્રના ગૃહ મંત્રાલયે સાથે એમની વાતચીત સતત ચાલુ રહી છે અને ત્યાંથી લીલીઝંડી મળ્યા બાદ જ કડક પગલાં નાખવામાં આવે છે.

 


મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા માં દરરોજ 400 થી વધુ નવા કેસ બહાર આવી ગયા છે માટે તમામ મોલ તમામ ધાર્મિક સ્થળો સિનેમાઘર બજારો બંધ કરાવી દેવામાં આવી હતી અને આમ છતાં લોકો ભીડ એકત્ર કરી રહ્યા હતા માટે તેને ધ્યાનમાં રાખીને આજ રાતથી સંપૂર્ણ લોકડાઉન નાખી દેવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS