લોકડાઉન 1 મહિનો લંબાયું, હોટલ, રેસ્ટોરન્ટ બધું ખુલશે, રાત્રે 9થી સવારે 5 કર્ફ્યુ

  • May 30, 2020 07:09 PM 4086 views

 

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થાય તે પહેલા જ આજે કેન્દ્ર સરકારે લોકડાઉન 5ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આગામી 1 જૂનથી 30 જૂન સુધી દેશભરમાં લોકડાઉનનો પાંચમો તબક્કો અમલી રહેશે. જો કે આ વખતે કેન્દ્ર સરકારે ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરન્ટ, મોલ સહિતની જગ્યાઓને કાર્યરત કરવા પરવાનગી આપી છે.

 

લોકડાઉન 5ના અલગ અલગ ફેઝમાં આ જગ્યાઓને ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફેઝ વનમાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળો ખુલશે જ્યારે શોપિંગ મોલ 8 જૂનથી શરુ થશે. આ સિવાય દેશભરમાં કર્ફ્યુનો સમય હવે રાત્રે 9થી સવારે 5નો હશે. દેશમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના બધા જ વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવી છે.

 

લોકડાઉનના આ તબક્કામાં સરકાર અલગ અલગ તબક્કામાં વધુ છૂટ આપશે. જેમાં પ્રથમ તબક્કામાં મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે મંદિરોની સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ સિવાય 8 જૂનથી મોલ, રેસ્ટોરન્ટ બધું જ શરુ થશે જેમાં પણ સામાજિક અંતર અને સુરક્ષાલક્ષી બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત રહેશે. આ સાથે જ હવે લોકો આંતરરાજ્ય પ્રવાસ પણ કરી શકશે. 

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application