દેશના 150 જિલ્લાઓમાં લોકડાઉન લાગી શકે

  • April 28, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જે જિલ્લામાં કોરોના નું સંક્રમણ 15 ટકાથી વધુ હશે ત્યાં આકરા પગલા નો સરકારનો સંકેત

 



દેશમાં ભયંકર બનેલી કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર સામે પ્રતિકાર કરવા માટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો સંઘર્ષ કરી રહી છે અને અનેક રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેમ છતાં દરરોજ નવા કેસમાં રેકોર્ડ થઈ રહ્યો છે અને મૃત્યુની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વધુ અસરગ્રસ્ત રાજ્યો અને જિલ્લાઓમાં આકરા પગલા લેવામાં આવશે.

 


કેન્દ્ર સરકારના સૂત્રોએ મીડિયાને એવી માહિતી આપી છે કે દેશના 150 એવા જિલ્લા જ્યાં સંક્રમણ 15 ટકાથી વધુ હોય ત્યાં લોકડાઉન લગાવવાની વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. મહામારી ના વધી રહેલા આક્રમણને નો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર આવા પગલા માટે મજબૂર બનશે.

 


કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે અલગ-અલગ રાજ્યોમાં મીની લોકડાઉન જેવા પગલા લેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ 150 જેટલા એવા છે જ્યાં ખતરો વધુ છે અને અહીં લોકડાઉન લગાવવાની જરૂર છે.

 


આરોગ્ય મંત્રાલયના પ્રસ્તાવમાં એમ પણ જણાવાયુ છે કે કેટલાક રાજ્યોમાં અને ખાસ કરીને વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં આરોગ્ય ની વ્યવસ્થા પર દબાણ વધી ગયું છે અને ત્યાં સંકટ વધુ ખતરનાક લેવલ પર જઈ રહ્યું છે ત્યારે આવા 150 જિલ્લાઓમાં લોકડાઉન લગાવી દેવાથી પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો થવાની આશા છે.

 


આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈકાલે યોજાયેલી હાઇ લેવલ ની બેઠક દરમિયાન આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ બારામાં અંતિમ નિર્ણય સંબંધિત રાજ્ય સરકારો સાથે વિચાર વિમર્શ કયર્િ બાદ લેવામાં આવશે તેમ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

 


મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ઉત્તર પ્રદેશ ની હાલત પણ ગંભીર બની રહી છે અને ત્યાં મોતનો આંકડો ચિંતાજનક લેવલ પર પહોંચી રહ્યો છે અને એ જ રીતે નવા કેસની સંખ્યામાં પણ ભારે થી અતિભારે વધારો થઈ રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS