લોકડાઉન ભયંકર પરિણામ ઉપજાવી શકે: હુ ની ચેતવણી

  • April 07, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાયન્ટિસ્ટ કહે છે રસીના બે ડોઝ વચ્ચે 8 થી 12 સપ્તાહનો ગેપ રાખો, અન્ય કેટલીક લહેરો પણ આવી શકે છે



દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે ત્યારે અલગ અલગ રાજ્યો દ્વારા નાઈટ કરફ્યુ અને મીની લોકડાઉન જેવા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથ ને ભારત સહિતના દેશોને ચેતવણી આપી છે કે લોકડાઉન ના પગલા ભયંકર પરિણામો ઉપજાવી શકે છે.

 


સાથોસાથ દેશમાં ચાલી રહેલી કોરોનાવાયરસ ની બીજી લહેર ને નિયંત્રિત કરવા માટે તેમણે લોકોની ભૂમિકા પણ મહત્ત્વની ગણાવી છે અને રસીકરણ અંગે પણ એમણે કેટલાક સૂચનો કયર્િ છે.

 


એમણે એવી સલાહ આપી છે કે રસીકરણ દરમિયાન બે ખોરાકની વચ્ચે 8 થી બાર સપ્તાહ જેટલો ગેપ રાખવો હિતાવહ છે અને દર્દી માટે તે ખૂબ જ ફાયદાકારક બની રહેશે. તેમણે ભારત સહિત દુનિયાના તમામ દેશો ની જનતા ને ખાસ ભલામણ કરી છે કે માસ્ક શહેરમાં સતત ચાલુ રાખવું જોઈએ અને ભીડ એકત્ર કરવા થી દૂર રહેવું જોઈએ.
એમણે તેવો ખતરો પણ દશર્વ્યિો છે કે અત્યારે તો બીજી લહેર ચાલી રહી છે પરંતુ તેની પાછળ પાછળ અન્ય કેટલીક લહેરો પણ હોઈ શકે છે. વર્તમાન સમયમાં બાળકોને વેક્સિન નહીં આપવાની પણ એમણે સલાહ આપી છે અને જો રસી આપવાની જરૂર પડે તો બે ખોરાકની વચ્ચે 8 થી 12 સપ્તાહ સુધી નો ગેપ રાખવો જરૂરી છે.

 


તેમણે એમ પણ કહ્યું છે કે વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો હવે ત્રીજી લહેરનો ખતરો પણ જોઈ રહ્યા છે પરંતુ એ પહેલા પયર્પ્તિ સંખ્યામાં લોકોને રસી આપવી જરૂરી છે અને ત્યાં સુધી ત્રીજી લહેરનો સામનો પણ સરળતાથી કરી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS