ફરી લોકડાઉન ?: વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉનની ચર્ચા થશે

  • March 16, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં 50 ટકા પ્રતિબંધો: 10 રાજ્યોની સ્થિતિ ચિંતાજનક
માત્ર મહારાષ્ટ્ર જ નહીં, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ ખરાબ થતા કેન્દ્ર સરકાર ફરી હરકતમાં આવીકોરોના વાયરસ મહામારી ફેલાયાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો. રસી બનાવી લેવામાં આવી છે અને વ્યાપક રસીકરણ ઝુંબેશ દ્વારા કરોડો લોકોને આપવામાં આવી રહી હતી. જેનાથી જેવું સામાન્ય જીવન ફરી પાટે ચડવા લાગ્યું કે ફરી એકવાર આ મહામારીએ માથું ઉંચકવાનું શરું કર્યું છે. જોતજોતામાં સ્થિતિ એ હદે બગડતી જાય છે કે ઘણી જગ્યાએ ફરીથી લોકડાઉન લગાવવાની નોબત આવી ગઈ છે.આવી સ્થિતિમાં વડાપ્રધાને પણ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

 


મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુનો આશરો લેવામાં આવી રહ્યો છે. પંજાબના આઠ જિલ્લામાં પણ નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર સખત નિયમો લાગુ કરી રહ્યા છે અને રસીકરણને ઝડપી બનાવવાની જરૂરિયાત જાણવા મળી રહી છે. કદાચ આ જ કારણ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી છે જેમાં પરિસ્થિતિ અંગે ચચર્િ કરવામાં આવશે.

 


મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશની સૌથી ખરાબ પરિસ્થિતિ બની રહી છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કુલ કેસોમાં મહારાષ્ટ્રનો ભાગ 61% છે. સોમવારે દેશભરમાં 24,458 કેસ નોંધાયા હતા, જે રવિવારે મળેલા 26,386 દર્દીઓ કરતા થોડો ઓછો હતો. જો કે, નવા કેસોની સંખ્યામાં ઘટાડો સામાન્ય રીતે સોમવારે જોવા મળે છે, જે આ સોમવારે થયો નથી. ગયા અઠવાડિયે સોમવારે આ અઠવાડિયાથી 9000 ઓછા કેસ નોંધાયા હતા.

 


જોકે, એવું નથી કે ફક્ત મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. ઓછામાં ઓછા 10 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાછલા એક અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કેરળ, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ રાજ્યોને બાદ કરતાં, દેશના બાકીના ભાગોમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. મહારાષ્ટ્ર સિવાય પંજાબ, કણર્ટિક, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં આ વધારો નોંધવામાં આવ્યો છે. હરિયાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી અને ચંદીગઢમાં પણ થોડી વૃદ્ધિ જોવા મળી છે.

 


આ વર્ષની શરૂઆતમાં, દૈનિક 10 હજાર કેસ સામે આવતા હતા જે હવે 25 હજાર પર પહોંચી ગયા છે. 8 થી 15 માર્ચના સપ્તાહમાં અગાઉના અઠવાડિયા કરતા 38,714 કેસ વધુ સામે આવ્યા હતા. આ ગત વર્ષના 7 થી 13 સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા સાપ્તાહિક કેસ પછી સૌથી મોટો વધારો છે. સપ્તાહમાં નોંધાતા કેસોની વાત કરવામાં આવે તો તે ગત વર્ષે 8 થી 14 જૂન 2020ના અઠવાડિયા પછી 8 થી 14 ફેબ્રુઆરી 2021ના અઠવાડિયામાં સૌથી ઓછા થઈ ગયા હતા. ત્યારે એક અઠવાડિયામાં 77 હજારથી વધુ કેસ નોંધાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS