Live જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની મતગણતરી : લોધિકાની ચાંદલી બેઠક પર ભાજપની જીત, કાલાવડ બેરાજા તાલુકા પંચાયતમાં આપનો વિજય

  • March 01, 2021 11:59 PM 

ગુજરાતમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામ આજે આવશે. મતગણતરી સ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરીની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સવારે 8 કલાકથી બેલેટ પેપરથી મતગણતરી શરુ થઈ ગઈ હતી. કુલ 8473 બેઠકોમાંથી 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાંથી 237 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અહીં તાલુકા પંચાયતમાં 2 બેઠક પર કોઈ આવેદન નથી કરવામાં આવ્યું. ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે ચૂંટણીમાં રવિવારે 60 ટકાથી વધુ મતદાન થયું હતું. 

 

કઈ કઈ બેઠક પર કોણ થયું વિજેતા 

- રાપર તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસની 1 - 1 બેઠક પર જીત

- ખંભાળિયા નગર પાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ વિજેતા: ભાડથર બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારની જીત

- આડેસરમાં કોંગ્રેસ તો ભીમાસર 1 માં ભાજપની જીત

- બળેજ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ ની જીત

- ધ્રોલ તાલુકા પંચાયતની હાડાટોડા, દેડકદડ અને હમાપર બેઠક પર ભાજપનો વિજય, કાલાવડમાં છતર ની બેઠક પર ભાજપની જીત. જસાપર ની બેઠક પર કોંગ્રેસની જીત

- જિલ્લા પંચાયત રાજકોટની થાણાગાલોળ સીટ ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી પી.જી કયાડા  2041 મતે વિજય જાહેર થયેલ છે

- ગોંડલમાં વોર્ડ નંબર એકમાં ભાજપના ચાર ઉમેદવાર વિજેતા

- અડવાણા તાલુકા પંચાયત સીટ ના  ભાજપ ના ઉમેદવાર સાજણ બેન કરાવદરા ની જીત

- જેતપુર તાલુકા પંચાયતમાં આરબ ટિબડી ના અપક્ષ ગોપાલ માધા ભાઈ પરમાર ઉમેદવાર  વિજેતા

- ચરાડવા તાલુકા પંચાયત બેઠક પર અપક્ષના ઉમેદવાર શાંતાબેન માકાસણાની જીત, ભાજપ કોંગ્રેસ બન્નેની હાર

- લીંબડી પાલિકા ની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં ભાજપ ની પેનલનો વિજય

- કાલાવડ આણંદપર સીટ કૉંગ્રેસ ને ફાળે

- કાલાવડ બેરાજા તાલુકા પંચાયત માં આમ આદમી પાર્ટી નો વિજય

- ધોરાજી તાલુકા પંચાયતની ભાદાજાળિયા બેઠક પર ભાજપના નીતાબેન ચાવડાનો અને છાડવાવદર બેઠક ભાજપના રામભાઈ હેરભાનો વિજય

- કાલાવડની બેરાજા તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય: આણંદપર સીટ કોંગ્રેસને ફાળે

- લાઠી તાલુકા પંચાયતની આંબરડી બેઠક ઉપર ભાજપ ની જીત

- જામનગરમાં પંચાયતોની ચૂંટણીમાં ભાજપે ખાતું ખોલ્યું, તાલુકા પંચાયતની બાલાચડી બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારનો 146 મતથી વિજય

- ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ત્રણ બેઠક ભાજપને એક બેઠક કોંગ્રેસને મળી, કોગીએ પણ પંચાયતોમાં ખાતું ખોલ્યું

 તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર ૨માં ભાજપના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટનો વિજય

- ગોંડલ નગરપાલિકા ચૂંટણી મતગણતરી  વોર્ડ 7  ભાજપ ની પેનલ વિજેતા

- હળવદ તાલુકા પંચાયતની ચરડવા બેઠક પર અપક્ષ ઉમેદવાર શાંતાબેન માકાસણા વિજેતા

- ટંકારા તાલુકા પંચાયત  ધુનડા બેઠક  ભાજપની જીત, નિમુબેન ડાયાલાલ ડાંગર 71 મતે વિજેતા 

- મોરબી નગરપાલિકા વોર્ડ 8 માં ભાજપ પેનલ વિજેતા, મંજુલાબેન દેત્રોજા, પ્રભુભાઈ ભૂત, દિનેશ કૈલા,  ક્રિષ્નાબેન દસાડીયાની જીત

- માણાવદર: કોયલાણા તાલુકા પંચાયતની ત્રણ બેઠકો ભાજપના ફાળે અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય

- લોધિકાની ચાંદલી બેઠક પર ભાજપની જીત, 562 મતે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર

- કોટડાનું અનિડા ભાજપની જીત

- ધારી તાલુકા પંચાયતની ભાડેર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર 2 મત થી વિજેતા

- કુકાવાવ તાલુકા પંચાયતની બાંભણિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજય

 

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાઓમાં બિન હરીફ બેઠકોમાં કડીની 36 બેઠક માથી 26 બેઠકો બિનહરીફ જાહેર થઈ. તે રાજ્યની સૌથી વધુ બિન હરીફ બેઠકો મેળવનાર નગરપાલિકા છે બીજા ક્રમે સૌરાષ્ટ્રની ઉનાની નગરપાલિકા આવે છે 36 માંથી 20 બેઠક ઉપર ભાજપે કબજો લઈ લીધો છે પરિણામે આ બંને નગરપાલિકા ભાજપના ફાળે જાય છે.

 

- જામનગરની સિક્કા નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને બે બેઠક મળી.

- સુરેન્દ્રનગર, વઢવાણની સંયુક્ત નગરપાલિકા વોર્ડ નં 1 અને 7માં ભાજપની પેનલનો બહુમતીથી વિજય.

- ખંભાળિયામાં રચાયો ઇતિહાસ, ભાજપના બે મુસ્લિમ ઉમેદવાર કોંગ્રેસ સામે જીતી ગયા

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS