૧૯૪ દેશોમાં વિઝા ફ્રી એક્સેસ પરમીટ સાથે ફ્રાન્સ ટોચ પર, ભારતીય પાસપોર્ટ ધારકો ૬૨ દેશોમાં વિઝા વગર કરી શકે છે ટ્રાવેલ
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ૨૦૨૪ મુજબ ફ્રાન્સે ટોચનું સ્થાન મેળવ્યું છે. ફ્રેન્ચ પાસપોર્ટ ધારકો ૧૯૪ દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતાઈ દર્શાવે છે કે તે સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ એક સ્થાન સરકીને ૮૫માં સ્થાને આવી ગયો છે.
દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે તે વિઝા ફ્રી એક્સેસના આધારે હેનલી ઈન્ડેક્સ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે જે દેશનો પાસપોર્ટ મોટાભાગના દેશોમાં વિઝા વિના મુસાફરી કરવા માટે વાપરી શકાય છે તે દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત હોય છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોચ પર છે. ફ્રાંસની સાથે સાથે જર્મની, ઈટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન ટોચના સ્થાને છે. હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન ૧૯૩ વિઝા મુક્ત સ્થળો સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રિયા ૧૯૨ વિઝા ફ્રી ડેસ્ટિનેશન સાથે ત્રીજા સ્થાને છે.
ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૪માં ભારતના પાસપોર્ટમાં એક સ્થાનનો ઘટાડો થયો છે. ગયા વર્ષે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત ૮૪માં ક્રમે હતું, પરંતુ આ વર્ષે તે ૮૫માં સ્થાને આવી ગયું છે. રેન્કિંગમાં ભારતનો ઘટાડો થોડો આશ્ચર્યજનક છે કારણ કે ગયા વર્ષે, જ્યારે ભારતીય પાસપોર્ટ ધારકો ૬૦ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, ત્યારે આ વર્ષે વિઝા મુક્ત દેશોની સંખ્યા વધીને ૬૨ થઈ ગઈ છે.
પાકિસ્તાનનું રેન્કિંગ ગયા વર્ષની જેમ આ વખતે પણ તે ૧૦૬માં સ્થાને છે. ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ ગયા વર્ષની સરખામણીમાં એક સ્થાન નીચે ૧૦૧માથી ૧૦૨મા ક્રમે આવી ગયો છે. ભારતના દરિયાઈ પડોશી માલદીવનો પાસપોર્ટ પહેલા જેવો જ મજબૂત છે. માલદીવિયન પાસપોર્ટ ૫૮માં ક્રમે છે અને માલદીવિયન પાસપોર્ટ ધારકો ૯૬ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ચીનના પાસપોર્ટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ચીનનો પાસપોર્ટ વર્ષ ૨૦૨૩માં ૬૬મા સ્થાને હતો, જ્યારે આ વર્ષે તે બે પોઈન્ટના ઉછાળા સાથે ૬૪મા સ્થાને આવી ગયો છે. કોવિડ રોગચાળા પછી તેમના પર્યટનને પુનર્જીવિત કરવા માટે ચીને ઘણા યુરોપિયન દેશોને વિઝા ફ્રી એન્ટ્રી આપી છે. અમેરિકાનો પાસપોર્ટ પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મજબૂત બન્યો છે. ગયા વર્ષે અમેરિકા સાતમા સ્થાને હતું પરંતુ આ વર્ષે તે છઠ્ઠા સ્થાને આવી ગયું છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ડેટા દર્શાવે છે કે છેલ્લા બે દાયકામાં વૈશ્વિક ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. વર્ષ ૨૦૦૬માં, લોકો સરેરાશ ૫૮ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, પરંતુ આ વર્ષે આ સંખ્યા લગભગ બમણી થઈને ૧૧૧ દેશો થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech