લાયન્સ ગાંધીધામ ન્યૂ હોરોઇજન દ્રારા બાલ્યાવસ્થા કેન્સર જાગરૂકતા પર ઓનલાઈન કાર્યક્રમ

  • March 06, 2021 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાયન્સ ગાંધીધામ ન્યૂ હોરોઇજન દ્રારા આંતરરાષ્ટ્ર્રીય બાલ્યાવસ્થા કેન્સર જાગરૂકતા માહ અંતર્ગત ઓનલાઈન કાર્યક્રમ ફેસબુક લાઈવ ના માધ્યમ થી કરવામાં આવ્યો. ઓનલાઇન ચર્ચા – કેન્સર વીશેષજ્ઞ કે સાથ કાર્યક્રમ નો પ્રારભં કરતા કલબ પ્રમુખ લાયન નેહા વોરા એ સર્વ પ્રેક્ષકો નો સ્વાગત કરી ને આયોજન ના મહત્વ પર પ્રકાશ નાખ્યો. ત્યાર બાદ શહર ના પ્રસિદ્ધ કન્સલ્ટિંગ સર્જન અને આ કાર્યક્રમ ના માડરેટર  ડો. ચેતન વોરા એ કાર્યક્રમ ના મુખ્ય વકતા કચ્છ ના એકમાત્ર કેન્સર વીશેષજ્ઞ ડો. વિકાસ ગઢવી નો પરિચય આપ્યો. વકતવ્ય આપતા ડા. વિકાસ ગઢવી એ જણાવ્યું કે જો સમયસર બાલ્યવસ્થા કેન્સર નો નિદાન થઈ જાય તો તેની સફળ સારવાર શકય છે. જેમ જેમ જાગરૂકતા વધી છે તેમ તેમ અભિભાવકો પોતાના બાળકો ને સમયસર ચિકિત્સકો પાસે લઈ જતા થયા છે, જે થી સમયસર નિદાન કરી શકાય છે.

 


બ્લડ કેન્સર, બ્રેન ટુમર, વિલ્મ ટુમર,  લિન્ફોમાં, રેતાઈનોબ્લાસ્ટોમાં જેવા કેન્સર બાળપણ માં વધારે થતા હોય છે, માટે સમયસર નિદાન ખૂબ જ આવશ્યક છે. આના થી બચાવ માટે જીવન શૈલી સુધાર અને પર્યાવરણ સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે. પ્રારંભિક સમઝ પછી પ્રશ્નોત્તરી સેશન નો સંચાલન ડો. ચેતન વોરા એ કર્યેા. ત્યારબાદ મુખ્ય વકતા ડા. વિકાસ ગઢવી ને વચ્ર્યુઅલી સ્મૃતિચિ઼ પ્રદાન કરવામાં આવ્યો. અત્યાર સુધી ૧૩૦૦ થી વધુ વ્યકિતઓ આ સંવાદ નું લાભ લઇ ચુકયા છે. આભાર પ્રદર્શન સચિવ લાયન સ્વાતી મેહતા દ્રારા કરવામાં આવ્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS