રાજકોટમાં મકાન પર વીજળી ત્રાટકી: ટીવી–ફ્રીઝને નુકસાન

  • June 07, 2021 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસપાસના મકાનોમાં પણ વ્યાપક નુકશાનની ફરિયાદ

 


રાજકોટની ભાગોળે ઇસ્કોન મંદિર નજીક આવેલા રૂડાનગર-3મા ગઈકાલે રાત્રે વીજળી ત્રાટકતા મકાનને ભારે નુકસાન થયું છે. આસપાસના મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે અને ઈલેક્ટ્રીક તથા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

 


આખો દિવસ કાળઝાળ ગરમી અને બફારા બાદ ગઈકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા દરમિયાનમાં 9:30 વાગ્યાની આસપાસ ઇસ્કોન મંદિર નજીક આવેલ રૂડા નગર ત્રણમાં બ્લોક નંબર 17માં વીજળી પડી હોવાની ફરિયાદ જીતેન્દ્રભાઈ છગનલાલ ચાવડાએ કંટ્રોલ રૂમને કરી હતી અને બનાવ પર તુરંત સ્ટાફને મોકલવામાં આવ્યો હતો.

 


જીતેન્દ્રભાઈ ચાવડાના બ્લોક નંબર 17ને વધુ નુકસાન થયું છે . આસપાસના મકાનોમાં પણ તેની અસર જોવા મળી રહી છે ઈલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને સામાન્ય ઈજા પણ થઇ નથી.

 


આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડ સ્ટાફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા નુકસાનીનો અંદાજ મેળવાઈ રહ્યો છે અને પશ્ચિમ ઝોન મામલતદારને સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS