વિરામ બાદ વરસેલાં વરસાદને લીધે રેસકોર્ષ રિંગ રોડ, જાગનાથ સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ

  • September 09, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં નીજ ફોલ્ટની નોંધાઈ ૪૦ ફરિયાદો, ૧૮ ફરિયાદોનો સવાર સુધી નિકાલ ન થતાં લોકોમાં રોષ

 


રાજકોટમાં ગઈ કાલે લાંબા વિરામ બાદ વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ સહિતની ફરિયાદો ઉઠવા પામી હતી. ગણતરીની કલાકોમાં જ શહેરમાં ૪૦ ફરિયાદો નોંધાઇ હતી, જેમાંથી ૨૨ ફરિયાદોનો નિકાલ થયો હતો, તો ૧૮ ફરિયાદો સવાર સુધી પેન્ડીગ રહેવા પામી હતી. વરસાદને પગલે શહેરના મોચીનગર, રેસકોર્ષ પાર્ક, જાગનાથ, મોટી ટાંકી ચોક સહિત અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.

 


ગઈ કાલે સવારથી અસહ્ય બફારા વચ્ચે બપોર પછી મેઘરાજાએ પધરામણી કરી હતી. વીજળીના કડાકાભડાકા સાથે વરસેલા વરસાદને પગલે શહેરના મોચી નગર, લાખનો બંગલો, ભારતી નગર, શ્યામ નગર, પૂજા પાર્ક, જાગનાથ પ્લોટ, મોટી ટાંકી ચોક, રેસકોર્ષ રીંગ રોડ, જીલ્લા પંચાયત ચોક, જૂનું જાગનાથ, આમ્રપાલી, પોલીસ હેડ કવાર્ટર, વિમલ નગર, ડા નગર સહિત અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ગુલ થયો હતો. આ સિવાય સિટી ૧માં આવતાં ભગવતી ફિડર, સિટી ૨માં આવતાં ગાંધીગ્રામ ફીડર, મોટી ટાંકી ફીડર, શ્રી કોલોની ફીડર, ઇન્કમ ટેક્ષ ફિડર, ત્રિમૂર્તિ ફીડર તથા સિટી ૩ ડિવિઝન હેઠળ આવતાં આરએમસી ફીડર, કસ્તુરી ફીડર, પ્રધુમન ફીડર, અર્જુન ફીડર, અયોધ્યા ફીડર, સોલાર ફીડર, નવાગામ ફીડર, વિધુતનગર ફીડર હેઠળ આવતાં અનેક વિસ્તારો અંધકારમાં ગરકાવ થયા હતા.

 

 

ભુજમાં ૨૦ વીજ પોલ ધરાશાઈ, જામનગરના ૧૩ ગામોમાં અંધારપટ
મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સના પગલે પીજીવીસીએલના તમામ સર્કલમાં કુલ ૧૧૮ વીજ ફરિયાદો નોંધાઈ હતી. તો ભુજમાં ૨૦, પોરબંદર અને જુનાગઢમાં ૪–૪, જામનગરમાં ૫ વીજ પોલ ધરાશાઈ થયા હતા. તો પોરબંદરનું ૧ અને જામનગરના ૧૩ ગામો અંધકારમાં ગરકાવ થયા હતા. આ ઉપરાંત કુલ ૫૪૩ ખેતીવાડી ફીડર કે જેમાં ગ્રામ્યના ૭૬, મોરબીના ૧૧૧, ભુજમાં ૧૦૨, અંજારમાં ૬૯, જામનગરમાં ૫૧, સુરેન્દ્રનગરમાં ૪૫, બોટાદમાં ૩૨ ફિડરોનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS