BREAKING NEWS

નીટ મેરિટથી આવતા ૨૦૦ વિધાર્થીઓ માટે ઈ–લાયબ્રેરી અને લેબ્સની સુવિધા

  • June 16, 2026 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચવા છતાં જે દર્દીઓ હારી ગયા હતા તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલે વિનામૂલ્યે સાજા કરીને નવું જીવન આપ્યું છે. આયુષ્માન ભારત યોજના અને ડોકટર્સની સમર્પિત ટીમના કારણે આજે ગુજરાતનું હેલ્થ મોડલ દેશભરમાં શ્રે  સાબિત થઈ રહ્યું છે. ગરીબોના આશીર્વાદ અને ડોકટરોની તપસ્યાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખરા અર્થમાં માનવતાનું સૌથી મોટું કેન્દ્ર બની રહી છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં આણદં જિલ્લ ાના પ્રથમ વર્ષના વિધાર્થી મિશ્રાજી શંકર અને ભાવનગર જિલ્લ ાની વિધાર્થીની તનાઝ માલકાણીએ જણાવ્યું કે, અત્રેનું કેમ્પસ સંપૂર્ણપણે એન્ટી–રેગિંગ, સુરક્ષિત અને શાંત છે. અહીંયા વિધાર્થીઓના માનસિક તણાવને દૂર કરવા માટે ૨૪ કલાક સિકયુરિટી, નાઈટ વોકની સુવિધા અને ગુતા જાળવીને કાઉન્સેલિંગ કરાતો ખાસ મેન્ટલ વેલબીઈંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે.
બીજી તરફ  દર્દીઓના સગા દીપમાળા પાઠકે જણાવ્યું કે, તેમના પિતા હર્ષદભાઈને બ્રેઈન સ્ટ્રોક આવતા પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂ.૨ લાખ ખર્ચવા છતાં કોઈ સુધારો નહોતો થયો પરંતુ સિવિલમાં ડોકટરો દ્રારા તમામ દર્દીને ઉત્કૃષ્ટ્ર સારવાર આપી રહ્યા છે. વેરાવળના રાહત્પલ મકવાણાએ જણાવ્યું કે, તેમના પિતાને ૫ એમએમનું બ્રેઈન હેમરેજ હતું. તેઓની નબળી આર્થિક સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલે તેમને નવજીવન આપ્યું છે. મધ્યમવર્ગીય પરિવારો માટે આ સિવિલ હોસ્પિટલ ઈશ્ર્વરના આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application