અમરેલી: વાડીમાં આવેલી ઓરડીમાંથી મળ્યા દીપડીના બચ્ચાં, જુઓ video

  • February 14, 2020 04:21 PM 45 views

 

અમરેલીના બગસરા પાસે એક ખેતરમાં દીપડીનાં બચ્ચા જોવા મળ્યા છે. બગસરાના કાગદડી ગામે ખેતરમાં દીપડી બચ્ચા મુક્યા હતા. જો કે થોડા દિવસ પહેલાં જ આ દીપડી કાગદડી ગામેથી પાંજરે પુરાઈ ચુકી છે. પરંતુ તેના બચ્ચાની કોઈ ભાળ ન હતી. જો કે આજે કાગદડી ગામે રમેશભાઈ કાનાણી નામના વ્યક્તિની વાડીમાં આવેલી ઓરડીમાંથી દીપડીનાં બચ્ચા મળી આવ્યા હતા. બચ્ચાને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે આ વાતની જાણ વન વિભાગને કરવામાં આવતાં વન વિભાગની ટીમએ બચ્ચાનું રેસ્ક્યૂ કરી સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application