લ્યો બોલો પાકિસ્તાને પીઓકે ગિલગિત–બાલ્ટિસ્તાનને ભારતનો ભાગ ગણાવ્યો

  • May 22, 2020 11:17 AM 378 views

પાકિસ્તાને પોતાના નકશામાં સંપૂર્ણ જમ્મૂ–કાશ્મીરને ભારતનો ભાગ માન્યો છે. આ પ્રકારે કોરોના સંક્રમણની જાણકારી માટે બનાવવામાં આવેલી સરકારી વેબસાઇટ પર જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, તેમાં પાકિસ્તાન કાશ્મીર એટલે કે  ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે, એટલે કે નકશામાં જે ભાગ પર પાકિસ્તાનાન કબજા પર રાખવામાં આવ્યો છે, તેને ભારતના નકશામાં બતાવવામાં આવ્યો છે. મીડિયામાં સમાચાર આવ્યા બાદ પાકિસ્તાને તેને બદલી દીધો છે પરંતુ હવે તેના સ્ક્રીનશોટ લઇ લેવામાં આવ્યા હતા.


આમ પણ ગત વર્ષ પાંચ ઓગસ્ટને જમ્મૂ–કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ પીઓકેને પણ ભારતમાં સામેલ કરવાની માંગ ઉઠી રહી છે. સરકારે પણ સ્પષ્ટ્રપથી કહ્યું કે તે પીઓકેને ભારતનો ભાગ ગણે છે અને સંપૂર્ણ જમ્મૂ–કાશ્મીરનો ભાગ છે. અહીં સુધી કે આઠ મેના રોજ સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે ડીડી ન્યૂઝ અને ઓલ ઇન્ડીયા રેડિયો (આકાશવાણી) પોતાના પ્રાઇમ ટાઇમ ન્યૂઝ બુલેટિનોમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મીરપુર, મુજફરબાદ અને ગિલગિત્ના તાપમાન અને હવામાન રિપોર્ટ પ્રસારિત કરશે. આ જાહેરાત બાદ એક દિવસ પહેલાં ભારત હવામાન વિભાગે કહ્યું હતું કે આ શહેર ભારતનો ભાગ છે.


મંત્રાલયના સચિવ અમિત ખરેએ કહ્યું કે ''ડીડી ન્યૂઝ અને અને ઓલ ઇન્ડીયા રેડિયો (આકાશવાણી) પોતાના પ્રાઇમ ટાઇમ ન્યૂઝ બુલેટિનોમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મીરપુર, મુજફરબાદ અને ગિલગિત્ના તાપમાન અને હવામાન રિપોર્ટ પ્રસારિત કરશે.


જા જાહેરાત એટલા માટે મહત્વ ધરાવે છે કારણ કે ભારતનું સતત માનવું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ છે. આઇએમડીના મહાનિર્દેશકે પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે હવામાન વિભાગે ગત થોડા દિવસોથી પોતાના ક્ષેત્રીય બુલેટિનમાં આ જાણકારીનો ઉલ્લેખ કરવાનું શ કયુ હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application