જાણો કાકડી ખાધા બાદ શા માટે પાણી ના પીવું જોઈએ ?

  • July 21, 2021 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણો કાકડી ખાધા બાદ શા માટે પાણી ના પીવું જોઈએ ?

 

 

ગરમીની ઋતુમાં કાકડી એ ખુબ અગત્યનો ખોરાક ગણાય છે. શરીરમાં પાણીની કમી, પેટમાં બળતરા, ફ્રી રેડિકલ્સને કાકડી દુર કરે છે. કાકડીમાં વિટામીન સી, બીટા કેરેટીન, એન્ટી - ઓક્સીડેન્ટસ વિપુલ પ્રમાણમાં હોય છે. 

 

 

કાકડી ઈમ્યુનીટીને પણ સુધારે છે. કાકડીની છાલમાં પણ સિલિકા તત્વ હોય છે; જે હાડકાંને મજબુત બનાવે છે. 

 

 

મોટાભાગના લોકો કાકડી ખાધા બાદ તુરંત જ પાણી પીવે છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે. એક્સ્પર્ટસ જણાવે છે કે, કાકડી ખાધા બાદ ક્યારે પાણી પીવું જોઈએ. 

 

 

તરબૂચ અને કાકડીમાં 95%  પાણી જોવા મળે છે. કાકડીમાં વિટામીન સી, વિટામીન કે, કોપર, મેગ્નીશીયમ, પોટેશિયમ, મેંગેનિઝ, સિલિકા જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો જોવા મળે છે. જેનાથી વાળ અને ત્વચાને ખુબ ફાયદો થાય છે. કાકડી ખાધા બાદ તુરંત જ પાણી પીવાથી, તમે આ પોષક તત્વોથી વંચિત રહી જાવ છો. માટે જ કાચાં ફળો અને શાકભાજી ખાધા પછી તુરંત જ પાણી ના પીવું જોઈએ. 

 

 

કાકડી ખાધા પછી તુરંત જ પાણી પીવાથી તમારી પાચન પ્રક્રિયા બગડી શકે છે. ભોજન પચાવવા માટે શરીરને પીએચ લેવલની આવશ્યકતા હોય છે. જે લેવલ પાણી પીવાથી બગડી જાય છે. અને ડાયેરિયા પણ થઇ શકે છે. ખોરાક પચાવવા માટેનું જરૂરી એસીડ પણ ઘટી જાય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application