જાણો લસણનો રસ પીવાથી થતા લાભ વિશે

  • May 03, 2021 09:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેર વધુ જોખમી બની છે ત્યારે રાજ્ય સરકારો લોકોને કહે છે કે કોરોનાથી બચાવવા માટે શક્ય તેટલું ઘરમાં જ રહો, સાબુ અને હેન્ડવોશથી વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવું. આ સાથે કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. 

 

 

તેવામાં લોકોને તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે વિવિધ પ્રકારના આરોગ્યપ્રદ ખોરાક લેવાની સલાહ પણ આપવામાં આવે છે. કોરોનાના સમયગાળા દરમિયાન લોકોએ લસણનો વધુ ઉપયોગ શરૂ કર્યો છે.  લસણ ખાવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણનો રસ પીવાથી શરીરને સૌથી વધુ અસર અને ફાયદા થાય છે.  

 

 

લસણનો રસ પીવાના ફાયદા 

 

- લસણનો થોડો રસ દાડમના રસ સાથે મિક્સ કરીને પીવાથી કફમાંથી તુરંત રાહત મળે છે.

 

- લસણનો રસ, મધ અને પાણી સાથે મેળવી પીવાથી અસ્થમાના દર્દીઓને ઘણો ફાયદો થાય છે.

 

- લસણનો રસ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. તેના ઉપયોગથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS