હળવદમાં ઝભ્ભા લેંઘાધારી નેતાઓ કોરોનામાં જવાબદારી ચૂકયા!

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલમ ૩૭૦ અથવા સીએએ કે એનઆરસી જેવી યોજનાઓની અમલવારી માટે સભાઓ-કાર્યક્રમો-રેલીઓ યોજવી આવકારદાયક કહેવાય પરંતુ તેની અમલવારી આમપ્રજાનુ જીવન સુરક્ષિત હશે તો થશે..અમલવારી..! જે રીતે આવી રેલીઓ યોજીને કોરોના સામે જાગૃતી આણવી, માસ્કનુ વિતરણ કરવુ, સેનેટાઈજરની સમજણ અને વિંતરણ કરવાની જાહેરજીવનના પદાધિકારીઓ એ કેમ કયાય પહેલ કરીને ન દેખાડી? માત્ર સસ્તીપ્રસિદ્ધી પુરતા સોશ્યલ મીડીયામાં અપીલ કરીને નિવેદનીયા બની બેઠેલા નેતાઓની જ કેમ દેખાડી છબી..?હળવદમાં  લોકસભા, વિધાનસભા કે સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં મત મેળવવા માટે નેતાઓ લાખો રૂપિયાના ધુમાડા કરે છે પોતાના સ્વાર્થ ખાતર પાણીની જેમ પૈસા વાપરી મત મેળવે છે પરંતુ જયારે જનતાને જરૂરીયાત છે તેવા સંજોગોમાં નેતાઓ સાથ આપતા નથી તેવી વાત ઉઠવા પામી છે. હાલમાં જયારે કોરોના વાયરસનો વવાર ફેલાયો છેે. સરકાર લોકોને માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગની સતત સલાહ આપે છે.તેવા સંજોગોમાં પ્રજાએ ચુટેલા નેતાઓ પોતાની જવાબદારી ભુલી માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરવાનું ભુલ્યા છે.


આ અંગેની વિગતો મુજબ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લોકોની જાગૃતિ જરૂરી છે. માનવી માસ્ક અને સેનેટાઈઝરનો સતત ઉપયોગ કરશે ઉપરાંત વારંવાર સાબુથી હાથ ધોવામાં આવે તો વાયરસ ફેલાતો અટકાવી શકાય છે. સરકાર લોકોને સાવચેત અનુરોધ કરે છે પરંતુ પ્રજાકીય પ્રતિનિધિઓ પોતાની ભુલ્યા છેે. પ્રજાએ જેને ખોબલે ખોબલે મત આપી ચુટયા છે તેવા નેતાઓ પોતાની જવાબદારી ભુલી ચુકયા હોવાની વાત ચર્ચાઈ રહી છે. તકનો લાભ લઈ મેડીકલ સંચાલકોએ માસ્ક અને સેનેટાઈઝરના ભાવ વધારી નાખ્યા છે. બીજી તરફ મેડીકલોમાં પણ વસ્તુની અછત થવા પામી છે. વાયરસને ફેલાતો અટકાવવા આવશ્યક વસ્તુનો ઉપયોગ જરૂરી છેે. હાલમાં કોરોના વાયરસનો ભય લોકોમાં ફેલાયેલો છે. લોકો સતત સરકારી સુચનાઓને ધ્યાનથી લઈ રહ્યા છે પરંતુ પ્રજાકીય પ્રતિનિધિઓ ગુમ થઈ ગયા છે. માત્ર મત માગવા  દોડી આવતા નેતાઓ આવી વિપદાના સમયે લોકોની સાથે પડખે રહેવામાં પાછળ પડી રહ્યા છે. સ્થાનીક નગરસેવકથી લઈ ધારાસભ્ય, સરપંચથી લઈ જેતે તાલુકામાં ચુંટાયેલા નેતાઓએ માત્ર નિવેદન થકી વાહવાહી મેળવી સંતોષ મેળવી રહ્યા છે. પરંતુ જનતા સાથે પરામર્શ કરવામાં તેઓને રસ ન હોય તે જણાઈ આવે છેે. નેતાઓ પોતાના ઘરમાં પુરાઈ ગયા છે પરંતુ નાગરીકોની મદદ કરવા આગળ આવતા નથી. વડાપ્રધાન મોદીએ જનતા કરફયુંની અપીલ કરી ત્યારે નેતાઓ પોતાના પક્ષના વડાપ્રધાન છે તેવું જણાવી વાહવાહી મેળવવા દોડી આવ્યા છે પરંતુ હળવદમાં હજુ સુધી એવો કિસ્સો સામે આવ્યો નથી જેમાં નેતાઓ જાગૃતિ માટે દોડયા હોય અથવા લોકોને ઘરે ઘરે જઈ સમજ આપી હોય, માસ્ક અને સેનેટાઈઝર  વિતરણ કરવાની વાત તો દુર રહી અહી તો પ્રજાકીય નેતાઓ જ ગુમ થઈ ગયા હોવાની ચર્ચા લોકો વર્ગમાંથી ઉઠી રહી છે. ત્યારે જનતાએ હાલમાં જે નેતાએ સાથ આપ્યો છે તેને યાદ રાખી માત્ર મત માગવા દોડી આવતા નેતાઓને આગામી ચુંટણીમાં જાકારો આપવો જોઈએ તેવી વાત સામાન્ય વર્ગમાંથી ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS