BREAKING NEWS

દ્વારકા ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી એલસીબી

  • June 03, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી એલસીબી

૨૬૦ નંગ ચપટા, કાર, મોબાઇલ સહિત ૩.૪૬ લાખના મુદામાલ સાથે ચાર આરોપીઓની અટકાયત: એક આરોપી ફરાર

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પ્રોહીબિશન બુટલેગરો તેમજ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો પર વોચ રાખી કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી, આ સૂચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર  એન.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.દેવમુરારી અને એલ.સી.બી. સ્ટાફની અલગ-અલગ ટીમો કાર્યરત હતી.

આ દરમિયાન એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જગદિશભાઇ કરમુર, પોલીસ હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ ગોજીયા અને કુલદિપસિંહ જાડેજાને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મીઠાપુર સુરજ કરાડી ખાતે રહેતો ધવલ અશોક અરીલા પોતાની સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાઇર કાર (રજી.નં. જીજે૩૭ ટી ૬૯૩૬) માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને તેના સાથીદારો સાથે બરડીયા ગામ તરફથી ખોડીયાર ચેક પોસ્ટ તરફ આવી રહ્યો છે, આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સ્વીફ્ટ ડીઝાઇર કારને આંતરી હતી અને તેમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ માટે દ્વારકા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી પકડેલા આરોપીઓમાં (૧) ધવલ અશોક અરીલા (રહે. સુરજકરાડી, મીઠાપુર), (૨) ગોપાલ ધનાભા ભગાડ (રહે. લવરારી ગામ, તા.દ્વારકા), (૩) કાનાભા રવાભા કેર (રહે. નરસંગ ટેકરી, દ્વારકા) અને (૪) શીવુભા બળુભા પરમાર (રહે. નરસંગ ટેકરી, દ્વારકા) નો સમાવેશ થાય છે, આ ગુનામાં જોગવડ ગામ (તા. ભાણવડ) નો રહેવાસી ખીમભાઇ ગઢવી નામનો અન્ય એક આરોપી પકડવાનો બાકી હોઈ પોલીસે તેને શોધવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી કુલ રૂ.૩,૪૬,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રૂ.૨૬,૦૦૦/- ની કિંમતના ઇંગ્લીશ દા‚ના ૧૮૦ એમ.એલ. ના ૨૬૦ નંગ ચપટા, રૂ.૩,૦૦,૦૦૦/- ની કિંમતની સ્વીફ્ટ ડીઝાઇર કાર અને રૂ.૨૦,૦૦૦/- ની કિંમતના ૪ નંગ મોબાઇલ ફોન સામેલ છે.

આ કામગીરી કરનાર ટીમમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. એન.એચ.જોષી, પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારી, એસ.વી.કાંબલીયા, એ.એસ.આઇ. જગદિશભાઇ કરમુર, બલભદ્રસિંહ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ ગોજીયા, કુલદિપસિંહ જાડેજા, ગોવિંદભાઇ કરમુર, મુકેશભાઇ કેશરીયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ ચાવડા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application