બરડા ડુંગર ઉપલા ગંડીયાવાળા નેશમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર એલ.સી.બી. ત્રાટકી

  • July 31, 2020 02:41 PM 535 views

અધિક પોલીસ મહાનિર્દેશ અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર દ્રારા રાજયમાં દારૂ જુગારની બદીને સદંતર નાબુદ કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્રારા જિલ્લામાં પ્રોહીજુગારની બદી નાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર એલસીબી પીઆઇ એમ.એન. દવે તથા પીએસઆઇ એન.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી પો. સ્ટાફ રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. ગોવિંદભાઇ મકવાણાને મળેલ ચોકકસ હકીકત આધારે બરડા ડુંગર ઉપલા ગંડીયાવાળા નેશથી પૂર્વ બાજુએ રેઇડ કરતા દેશીદારૂની ભઠ્ઠી દેશીદારૂ બનાવવાનો આથો પકડી પાડી સફળતા મેળવેલ છે અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર કરાવેલ છે. આ દરોડામાં આરોપીઓ ભદા બાવા રબારી, રામા લખમણ રબારી હાજર મળી આવ્યા નહીં હોવાથી તેઓ સામે પ્રોહીબીશન કલમ હેઠળ ગે.કા. દેશી દારૂ બનાવવાનો આથો લી. ૧૪૦૦ કી.રૂા. ૨૮૦૦ તથા આથાની વાસવાળા બેરલ નંગ–૧ તથા બોઇલર બેરલ એક તથા ફિલ્ટર બેરલ એક તથા પતરાના ડબ્બા મળી કુલ રૂા. ૬૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધ્યો છે.


આ કામગીરીમાં પોરબંદર એલસીબી એએસઆઇ રમેશભાઇ જાદવ તથા હેડ કોન્સ. સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, મહેશભાઇ વિગેરે રોકાયેલા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application