મેહુલ ચોકસીના શરીર પર ઇજાના નિશાન, એન્ટિગુઆથી જબરજસ્તી ઉઠાવ્યાનો વકીલનો આરોપ

  • May 28, 2021 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અપહરણ કરી બીજા દેશમાં લઇ જઈ ભારતને સોંપી દેવાનું કાવતડોમિનિકામાં પકડાયેલા પંજાબ નેશનલ બેન્ક ગોટાળાના આરોપી મેહુલ ચોકસીએ હવે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પૂર્વ કેરેબિયન સુપ્રીમ કોર્ટે ભારતમાં જન્મેલા ભાગેડુ મહેલુ ચોકસીના ડોમિનિકાથી પ્રત્યર્પણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. સ્થાનિક સમયાનુસાર આજે ફરી તેના પર સુનવણી કરાશે. ડોમિનિકામાં ચોકસીના વકીલે વેન માર્શ એ આરોપ મૂકતા કહ્યું હતું કે તેમને તેના અસીલ ને મળવા દેવાયા નથી. 27મી મેના રોજ તેમને ચોકસી સાથે વાત કરવાની મંજૂરી અપાઇ હતી. વકીલે કહ્યું કે મેહુલને ખૂબ માર માર્યો હતો. તેમની આંખો સૂજી ગઇ હતી અને શરીર પર કેટલાંય દાઝ્યાના નિશાન હતા.

 


વકીલે કહ્યું કે તેમણે મને કહ્યું કે એન્ટિગુઆના જોલી હાર્બરમાં તેમનું અપહરણ કરી લીધું હતું, ત્યારબાદ તેને ડોમિનિકા લઇ ગયા. તેમને જે લોકો અપહરણ કરીને લઇ ગયા હતા મેહુલ તેમને ભારતીય અને એન્ટિગુઆ પોલીસ માની રહ્યા હતા.

 


માર્શ એ કહ્યું કે મેહુલ ચોક્સીએ મને જણાવ્યું કે તેને એક 60 થી 70 ફૂટના જહાજ પર લઇ ગયા. માર્શ એ તેને ન્યાયની મજાક ગણાવી અને કહ્યું કે એક વકીલ તરીકે ચોકસીને બચાવા માટે જે કરી શકાશે તે કરીશું. મેહુલ ચોકસીને ડોમિનિકામાં ગેરકાયદે રીતે એન્ટ્રી કરાવ્યા બાદ ઝડપી લેવામાં આવ્યા હતા.

 


તો ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે ચોકસીના શરીર પર કેટલાંક નિશાન મળ્યા છે જેના પરથી કંઇક ગડબડી લાગે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ચોકસીને બીજા દેશમાં લઇ જવાની રણનીતિ બનાવી જેથી કરીને તેને ભારત મોકલી શકાય. મને નથી ખબર કે કંઇ તાકાત કામ કરી રહી છે. અગ્રવાલે કહ્યું હતું કે તેમણે ડોમિનિકાની કોર્ટમાં હીબિયસ કોર્પસની અરજી દાખલ કરી છે. તેના વકીલ વિજય અગ્રવાલે અરજીની પુષ્ટિ કરી છે.

 


વકીલે ડોમિનિકાની કોર્ટમાં હીબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે જેથી કરીને મેહુલ ચોકસીને કોર્ટમાં હાજર કરી શકાય અને તેને જરૂરી કાયદાકીય મદદ કરી શકાય. હીબિયસ કોર્પસ અરજી એટલા માટે દાખલ કરવામાં આવી છે જેથી કરીને ધરપકડ કરાયેલ વ્યક્તિને કોર્ટ કે જજની સામે રજૂ કરી શકાય.

 


અરજીમાં મેહુલના વકીલે દાવો કર્યો કે તેના શરીર પર ટોર્ચરના નિશાન પણ મળ્યા છે. વકીલે એમ પણ આરોપ મૂકયો છે કે મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બારબુડાથી તેમની મરજી વગર જબરદસ્તી ઉઠાવ્યા છે.

 


વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે ડોમિનિકામાં અમારા વકીલોને તેમને (મેહુલ ચોકસી) માત્ર બે મિનિટ જ મળવા દીધા. તેમણે કહ્યું કે તેમને એન્ટિગુઆના જોલી હાર્બરથી જબરજસ્તી ઉઠાવીને ડોમિનિકા લાવવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application