ગુજરાતમાં તા.૧પથી લવ જેહાદનો કાયદો અમલી: ૩થી ૫ વર્ષને કેદ–દંડ

  • June 05, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માત્ર લના હેતુથી કરેલું ધર્મ પરિવર્તન માન્ય નહીં ગણાય

 ગુજરાતમાં લવ જેહાદ ઉપર રોક લગાવવાના નામે ગત વિધાનસભા સત્ર દરમિયાન ૨૦૦૩ના જૂના કાયદામાં ફેરફાર કરી ગુજરાત ધર્મ સ્વાતંય સુધારા વિજય બહત્પમતીથી પસાર કરવામાં આવ્યું હતું જે ધર્મ સ્વાતંય સુધારા વિધેયક ૨૦૨૧ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે .આ સુધારા કાયદાના અમલ માટે આગામી ૧૫મી જૂનથી કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરવાની જાહેરાત કરી છે. પરિણામે  વટામણ ની પ્રવૃત્તિ પર રોક લાગશે.

 


  અમલમાં આવનારા આ અધિનિયમની મહત્વની જોગવાઇઓ મા આ ગુજરાત ધર્મ સ્વાતંત્રય ( સુધારા ) અધિનિયમને તાજેતરમાં જ મળેલી ગુજરાત વિધાનસભામાં મંજુર કરવામાં આવ્યો હતો. આમ, મુખ્યમંત્રી રૂપાણીએ  લવજેહાદ જેવી પ્રવૃત્તિઓ–ગતિવિધિઓ અને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લ કે લના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સહિતની બાબતો માટે હવે ગુજરાત ધર્મ સ્વાતંય (સુધારા) અધિનિયમ–૨૦૨૧નો તા.૧૫ મી જૂન–૨૦૨૧થી અમલ કરવાનો નિર્ણય કર્યેા છે.

 


  માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન અનેઅથવા લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્રારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યકિત સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યકિતની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુકત સાધનો દ્રારા અથવા લગ્ન દ્રારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.ગુનો કરનારકરાવનારમદદ કરનારસલાહ આપનાર તમામ સમાન પ્રકારે દોષિત ગણાશે.  

 


 આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને ૩ વર્ષથી ઓછી નહિ અને ૫ વર્ષ સુધીની કેદ અને .૨ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે. સગીર, ક્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યકિતના સંબંધમાં સજાની જોગવાઇ ૪ થી ૭ વર્ષ સુધીની કેદ અને .૩ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે. કોઇ નારાજ થયેલી વ્યકિત, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લથી અથવા દત્તક સ્વપે હોય તેવી બીજી કોઇ વ્યકિત દ્રારા આવા ધર્મ પરિવર્તન તથા લ સામે એફ આઇ આર દાખલ કરાવી શકાશે.
આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને ૩ વર્ષથી ઓછી નહીં અને ૧૦ વર્ષ સુધીની કેદ તથા . ૫ લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાય સરકાર દ્રારા નાણાકીય મદદઅનુદાન મળવાપાત્ર થશે નહીં. આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ ડી વાય એસ પી થી ઉતરતા દરાના અધિકારી દ્રારા તપાસ કરી શકાશે નહિ.

 


 ગુજરાત ધર્મ સ્વાતંય અધિનિયમ–૨૦૦૩ની મહત્વપૂર્ણ જોગવાઇઓ
– બળપૂર્વક, લલચાવીને, કપટયુકત સાધનો દ્રારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૩ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ
– સગીર, ક્રી, અનુસૂચિતજાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યકિતના સંબંધમાં બળપૂર્વક, લલચાવીને, કપટયુકત સાધનો દ્રારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૪ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ.
– ધર્મ પરિવર્તનની ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી. જિલ્લા મેજીસ્ટ્રેટે તપાસ પછી ૧ મહિનાની અંદર પરવાનગી આપવીઇન્કાર કરવો.
– ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ન મેળવી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર પિયા સુધીનો દડં અથવા બન્ને
– ધર્મ પરિવર્તન કરનારે ધર્મ પરિવર્તનની વિધિની તારીખથી ૧૦ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટને જાણ ન કરી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર રૂપિયા સુધીનો દડં અથવા બન્ને.
– ગુનાની કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટસબ–ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના શરૂ કરી શકાશે નહી.
–આ કાયદા હેઠળના ગુના પોલીસ અધિકાર હેઠળના ગુના ગણાશે તેમજ તેની તપાસ  ડીવાયએસપી થી ઉતરતા દરાના અધિકારી દ્રારા તપાસ કરી શકાશે નહિ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS