મેયર ડેશ બોર્ડનો પ્રારંભ: ડ્રેનેજ–પાણી ભરાયાની ફરિયાદોનું પ્રમાણ વધુ !

  • June 21, 2021 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે આજથી મેયર ડેશ બોર્ડનો પ્રારભં કર્યેા છે. મેયર ડેશ બોર્ડ પર કોલ સેન્ટરમાં નોંધાતી દરેક ફરિયાદ પોતાની ચેમ્બરમાં બેઠા બેઠા મેયર જોઈ શકશે. ફરિયાદ કયારે નોંધાઈ અને કયારે ઉકેલાઈ તેમજ પેન્ડિંગ રહી તો કયા કારણોસર પેન્ડિંગ રહી તેનું રિયલ ટાઈમ સ્ટેટસ જાણી શકશે. ફરિયાદ નોંધાવ્યા બાદ ઉકેલાતી ન હોય તો કોઈપણ નાગરિક મેયરના મોબાઈલ નં.૯૦૩૩૦ ૧૧૧૧૧ ઉપર વોટસએપથી ફરિયાદ નોંધાવી શકશે. મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આજે ડેશ બોર્ડ પ્રારભં થયા બાદ બપોરે ૨ વાગ્યા સુધીમાં ડેશ બોર્ડ પર કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી પરંતુ કોલ સેન્ટરમાં અનેક ફરિયાદો નોંધાઈ હતી જેમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજની અને વરસાદી પાણી ભરાયા અંગેની જોવા મળી હતી જેનું ફોલોઅપ લઈ અધિકારીઓ અને ઈજનેરોને યોગ્ય કરવા સૂચના આપી હતી. વિશેષમાં આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, કોલ સેન્ટરમાં નોંધાતી દરેક ફરિયાદ તેઓ જોઈ શકશે આથી તે ફરિયાદ ઉકેલવા માટે સંબંધિત અધિકારીને તુરતં જ સૂચના આપવામા આવશે. નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી, બાગ–બગીચા, ડ્રેનેજ, ચોમાસામાં પાણી ભરાયા અંગેની ફરિયાદો સહિતની ફરિયાદો કે જે કોલ સેન્ટરમાં નોંધાતી હોય છે તે નોંધાયા બાદ તેની નિિત સમય મર્યાદામાં ન ઉકેલાય તો મેયર દ્રારા સીધું ફોલોઅપ લેવામાં આવશે.

 

 

તેમણે ઉમેર્યું હતું કે, ડેશ બોર્ડના માધ્યમથી મેયર ટેકસ કલેકશનની વિગતો, જન્મ–મરણ અને લ નોંધણીની વિગતો, કોલ સેન્ટરમાં નોંધાયેલી તમામ ફરિયાદોની વિગતો, મહાનગરપાલિકાના બજેટની વિગતો, વાહન વેરો, વ્યવસાય વેરો સહિતની વિગતો મેળવી શકશે. વિવિધ શાખાઓને ફાળવવામાં આવેલ બજેટ અને સંબંધિત શાખાએ કરેલ ખર્ચ સહિતની વિગતોનો ડેશ બોર્ડમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની વિગતો પણ મેયરએ શરૂ કરેલી હેલ્પલાઈનના મોબાઈલ નંબર–૯૦૩૩૦ ૧૧૧૧૧ ઉપર વોટસએપ કરવાથી મેળવી શકાશે. આ યોજનાઓમાં (૧) આવકનું પ્રમાણપત્ર અને ડોમીસાઈલ સટિર્ફિકેટ (૨) શિક્ષણ અંગેની યોજનાઓ (૩) જાહેર આરોગ્યની યોજનાઓ (૪) મહિલા અને બાળ વિકાસની યોજનાઓ (૫) રેશનકાર્ડ અને એનએફએસએ દાવા અરજી (૬) મતદાર યાદીને લગતી કામગીરી (૭) વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ અને અનાથ બાળકો માટેની સહાય (૮) આવાસ યોજના અંગે (૯) બક્ષીપચં એસસી અને બીસીના દાખલા અંગે (૧૦) અનુસૂચિત જાતિ અને જનજાતિના દાખલાની માહિતી (૧૧) બિન અનામતનું પ્રમાણપત્ર અને યોજનાઓ (૧૨) ઉધોગ–રોજગાર અને કૌશલ્ય અંગેની યોજનાઓ (૧૩) દિવ્યાંગ વ્યકિતઓ માટેની યોજનાઓ (૧૪) જાહેર વિમા અંગેની યોજના અંગેની માહિતી તેમજ (૧૫) ભૂગર્ભ ગટર, લાઈટ, વીજળી ફરિયાદ વિગેરેની માહિતી જોવા મળશે. આજે ભીમ અગિયારસના દિવસથી મેયર ડેશ બોર્ડનો પ્રારભં કરાયો હતો તે પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સ્થાયી સમિતિના સભ્ય મનિષભાઈ રાડિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS