રેસકોર્સમાં ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆરની સુવિધા શરૂ

  • May 02, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના સહયોગથી રેસકોર્સમાં આવેલા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર ખાતે આજે સવારે ૧૦–૩૦ કલાકથી ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ટેસ્ટ માટે વ્યકિતદીઠ રૂા.૭૦૦નો સરકાર માન્ય ચાર્જ વસુલવામાં આવશે. કાર ઉપરાંત ઓટોરિક્ષા, છકડો રિક્ષા કે ટૂ વ્હિલર સહિત કોઈપણ વાહનમાં જનાર વ્યકિતના ટેસ્ટ કરી આપવામાં આવશે.

 

 

આજે આ ટેસ્ટિંગની સુવિધાનો પ્રારભં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે જે ગરીબો કે મધ્યમ વર્ગીય પરિવારો આરટીપીસીઆરનો ચાર્જ રૂા.૭૦૦ ચૂકવી શકે તેમ ન હોય તેવા લોકો માટે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે રૂા.૭ લાખનું દાન આપ્યું હતું અને ૧૦૦૦ ગરીબોના વિનામૂલ્યે ટેસ્ટ થઈ શકે તેવી સુવિધા સ્વખર્ચે કરાવી આપી હતી.

 

 

વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની બીજી લહેરના કારણે સંક્રમિતનું પ્રમાણ વધેલ છે જેના કારણે આરટીપીસીઆર ટેસ્ટ કરતી લેબોરેટરીમાં ટેસ્ટ માટે ખુબ જ લોકો જઈ રહ્યા છે. શહેરના ઘણા સિનિયર સિટીઝનો, દિવ્યાંગો કે સગર્ભા મહિલાઓને આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરીના સ્ટાફને ઘરે બોલાવવા પડે છે અને આ પરિસ્થિતિના કારણે તેમાં વિલબં પણ થતો હોય છે અને કોરોના સંક્રમિત થવાનો ભય પણ રહે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આજરોજ ગુજરાત રાયના સ્થાપના દિને રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની જાણીતી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેકના સહયોગથી ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ કેન્દ્રનો રેસકોર્સ સંકૂલમાં આવેલ કવિ રમેશભાઈ પારેખ રંગદર્શન પાસે સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે પ્રારભં કર્યેા છે. ટેસ્ટિંગ સ્ટેશન પર ગણતરીની મિનિટોમાં વ્યકિતના આરટીપીસીઆર ટેસ્ટ માટેના જરૂરી સેમ્પલ લેવામાં આવશે ત્યારબાદ વ્યકિત પોતાનું વાહન ટેસ્ટિંગ સ્ટેશનથી આગળ હંકારી લઈ જઈ શકશે. બાદમાં ૨૪થી ૩૬ કલાકના સમયગાળામાં સંબંધિત વ્યકિતને વોટસએપ, ઈ–મેઈલ કે એસએમએસના માધ્યમથી રિપોર્ટ અંગેની જાણ કરવામાં આવશે.

 

 


વધુમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ એ ખુબ જ ઝડપી અને સાનુકુળ પધ્ધતિ છે. આ ટેસ્ટમાં કોઈપણ વ્યકિત પોતાનું વાહન લઈને સ્થળ પર જઈ વિનાવિલંબે આ ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ રૂા.૭૦૦ છે. વ્યકિતએ ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવાની જરૂરિયાત રહેતી નથી. ટેસ્ટિંગ માટેનું પેમેન્ટ રોકડા, પેટીએમ કે યુપીઆઈ દ્રારા કરી શકાશે.

 

 

આરટીપીસીઆર ડ્રાઈવ થ્રુ કેમ્પના પ્રારંભે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપચં મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિ ચેરપર્સન રાજેશ્રીબેન ડોડિયા, ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિ, એ.આર. સિંહ, ન્યુબર્ગ સુપ્રાટેકના ડોકટર્સ તથા સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહેલ. આ કેમ્પમાં અમદાવાદ ન્યુબર્ગના ડિરેકટર ડો.સંદીપ શાહનું માર્ગદર્શન મળ્યું હતું. યારે મેયર ડો.પ્રદીપ ડવે લોકોની સગવડતા માટે ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆરના આયોજનની સરાહના કરી હતી.

 

 

સૌરાષ્ટ્ર્ર યુનિ.માં હવે RTPCR ટેસ્ટ શરૂ કરવાની તૈયારીનો ધમધમાટ


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર અને કોવિડ ૧૯ હોસ્પિટલ શ થયા પછી હવે આરટીપીસીઆર ટેસ્ટ શ કરવાને લઈને તૈયારીનો ધમધમાટ શ થયો છે. ગઈ કાલે કુલપતિ, રજિસ્ટ્રાર, બાયો સાયન્સ વિભાગના અધ્યાપકોની બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે નિષ્ણાતં કમિટી સોમવારે સર્વે કરીને આ અંગે રિપોર્ટ સબમીટ કરશે.

 


શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલોની સાથે લેબોરેટરી પણ સેમ્પલના બોજ હેઠળ દબાયેલી જોવા મળી રહી છે. અનેક તબીબો કોરોના માટે એન્ટીજન કરતાં આરટીપીસીઆર ટેસ્ટની ભલામણ કરતા હોય છે. જેને લીધે અનેક લેબોરેટરી પર આરટીપીસીઆર ટેસ્ટનું ભારણ વધ્યું છે. અગાઉ આઠ કલાકમાં આવી જતા રિપોર્ટ માટે હવે બે થી ત્રણ દિવસની રાહ જોવી પડે છે.

 


આ પરિસ્થિતિને પગલે ૧૮ એપ્રિલના રોજ ગુજરાત સરકારે રાયની ૨૬ શૈક્ષણિક સંસ્થાઓમાં આરટીપીસીઆર શ કરવાની જાહેરાત કરી હતી. સરકારની જાહેરાત અનુસાર ૧૯ એપ્રિલથી જ પરીક્ષાની કામગીરી શ કરી દેવામાં આવનાર હતી. તો સરકાર દ્રારા એક તરફી જાહેરાત છતાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ આ વાતથી અજાણ હતી. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં આરટીપીસીઆર શ કરવામાં આવનાર હતો. સિવિલ હોસ્પિટલમાંથી સેમ્પલ એકત્રિત કરીને તેનું ટેસ્ટિંગનું કામ જ અહીં કરવામાં આવશે.

 

 


ઘણા સમયથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કોવિડ ૧૯ તૈયારીઓ ચાલી રહી હતી. કામગીરી પૂર્ણ થયા પછી સત્તાધીશો દ્રારા આરટીપીસીઆર ટેસ્ટ શ કરવાને લઈને તૈયારીઓ શ કરાઇ છે.

 


ટેસ્ટ શરૂ કરવા માટે જગ્યાથી લઈને મશીન તથા મેડીકલ પ્રોફેશનલ અનેક મુદ્દે સર્વે કર્યા પછી નિષ્ણાતં કમિટી દ્રારા સોમવારે રિપોર્ટ આપવામાં આવશે. જે પછી ટેસ્ટિંગ માટેની તૈયારીઓ શ કરવામાં આવશે અને સંભવત: ૧૫ દિવસની અંદર આ કામગીરી આટોપી લઈ ટેસ્ટીંગ શ કરી દેવામાં આવશે તેવું આધિકારિક સુત્રોએ પાસેથી જાણવા મળ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS