લંગાળા ગામે એકસાથે 15 પોઝિટીવ કેસ સાથે મંગળવારે 94 નવા દર્દીઓ ઉમેરાયા

  • April 08, 2021 12:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સારવાર હેઠળના દર્દીનો આંકડો પણ 600 એ પહોંચવા આવ્યો: શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોવિડનો પંજો મજબૂત બન્યો

 


મંગળવારે નવા 94 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને આ સાથે નવો વિક્રમ બન્યો છે તો  ભાવનગરમાં પણ રોજના કેસની સંખ્યા ત્રણ આંકડે પહોંચવા આવી છે. ટેસ્ટની સંખ્યા વઘતા પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડા આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓના જ છે જ્યારે રેપીડના આંકડા આમાં સામેલ નથી. જિલ્લામાં નોંધાયેલા કુલ 7,343 કેસો પૈકી 580 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

 


ભાવનગર જિલ્લામા મંગળવારે 94 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 42 પુષ અને 23 સ્ત્રી મળી કુલ 65 લોકોના રીપોર્ટ  જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે 1, લંગાળા ગામે 15, રંઘોળા ગામે 3, નથુગઢ ગામે 1, મોટી રાજસ્થળી ગામે 1,  શામપરા ગામે 1, તળાજા તાલુકાના ટીમાણા ગામે 1, સોનગઢ ગામે 1, સિહોર ગામે 1,  પીપરલા ગામે  1, ઝરીયા ગામે 1, ભડલી ગામે 1 તેમજ કાળાતળાવ ગામે 1 કેસ મળી કુલ 94 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 


ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 32 અને તાલુકાઓમાં 13 કેસ મળી કુલ 45 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હાલ 580 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 73 દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS