અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય

  • June 12, 2021 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્ર્રીય સ્પોટ્રસ સિટી બનાવવાનું હોવાથી ગામડાની સરકારી જમીન અનામત કરી દેવાઇ, ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા વિસ્તારનો સમાવેશઅમદાવાદને સ્પોટર્સ સિટી બનાવવા માટે રાય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં.

 


જે જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ જમીનો અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળને પણ જાણ કરી દેવામાં આવી છે.

 


અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડીયમની આસપાસ બીજા સ્પોટ્રસ સંકુલ બનાવવાનું સરકારનું આયોજન છે. ઓલમ્પિક અને બીજી આંતરરાષ્ટ્ર્રીય રમતો માટે સરકાર અત્યારથી જ તૈયારી કરી રહી છે, જેના માટે સરકારને જમીનની આવશ્યકતા છે તેથી સરકારી જમીનનો ઉપયોગ કરવાનો થાય છે.

 


અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એ સ્પોટર્સને ઉત્તેજન આપવા તેમજ બુનિયાદી સુવિધા ઉભી કરવા માટે નિવિદા જાહેર કરી છે અને સલાહકારોની નિયુકિત કરવાનું નક્કી કયુ છે. ઔડાએ સરદાર પટેલ સ્પોટસ એન્કલેવની આસપાસ સાત ગામડાઓની સરકારી જમીન માટે પ્રતિબધં મૂકતા આદેશ બહાર પાડા છે. એટલે કે સરકારનો મહેસૂલ વિભાગ આ સાત ગામોની સરકારી જમીન વેચી શકશે નહીં કે લીઝ પર આપી શકશે નહીં. કોઇ સંસ્થાને ભાડે પણ આપી શકશે નહીં.

 


ઔડાએ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ ગામડાની તમામ સરકારી જમીનનો ઉપયોગ સ્પોટર્સ એકિટવિટી માટે કરવાનો થતો હોવાથી તેમાં પ્રતિબધં મૂકવામાં આવ્યો છે તેથી કોઇપણ સંસ્થાને આ જમીન આપવામાં આવે નહીં.

 


સ્પોટર્સ એકિટવિટીના પ્રથમ ચરણમાં એશિયાડ અને ઓલમ્પિક ખેલોનું યજમાન પદ અમદાવાદને લેવાનું હોવાથી આ જગ્યાએ સ્પોટર્સ સંકુલોનું નિર્માણ કરવામાં આવશે. આ જગ્યા એટલા માટે પસદં કરવામાં આવી છે કે બાજુમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને એરપોર્ટ પણ નજીક છે. સ્પોટર્સ કોમ્પલેકસ માટે ઔડા ટૂંક સમયમાં ટેન્ડરો ઇસ્યુ કરશે અને એજન્સીઓ નક્કી કરશે.

 


અમદાવાદને આંતરરાષ્ટ્ર્રીય કક્ષાએ સ્પોટર્સ સિટી બનાવવાની આ કવાયત છે. સલાહકારોની સલાહ પ્રમાણે કેન્દ્રીય એજન્સી અને કેન્દ્ર સરકાર ભાવિ યોજનાઓ જાહેર કરશે. યાં સુધી અંતિમ યોજનાને મંજૂરી મળે નહીં ત્યાં સુધી આ સાત ગામોની કોઇપણ સરકારી જમીન જિલ્લા કલેકટર વેચી શકશે નહીં કે લીઝ પર આપી શકશે નહીં. જો કોઇ કાર્યવાહી ચાલતી હોય તો તેને તાત્કાલિક રોકવામાં આવે. આ જગ્યાએ ફાઇવસ્ટાર હોટલો પણ બનાવવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS