મકાન માલિકે ભાડુઆતની વિગતો પોલીસને આપવા તાકીદ

  • February 15, 2023 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
હાલના પ્રવર્તમાન સંજોગો અને ગુપ્ત સંસ્થાઓના વખતો વખતના અહેવાલ અનુસાર રાષ્ટ્ર વિરોધી આંતકવાદી પ્રવૃતિ કરતા નાપાક તત્વો બહારથી આવી અત્રેના જિલ્લામાં રોકાણ કરી આતંકવાદી પ્રવૃતિ કરે છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લામાં કોઇ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સતા આપેલી વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી આઠ દિવસમાં નિયત નમુનાના પત્રકમાં જરૂરી વિગતો ભરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખકાર્ડની નકલ સાથે રૂબરૂમાં અથવા તો ટપાલથી મોકલી આપવા જણાવાયું છે. અગાઉ જે મકાનો ભાડે અપાયેલા હોય તે કિસ્સામાં પણ આવી માહિતી આઠ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application