લેન્ડ બેન્ક બનાવી ઉધોગોને જમીન અપાશે: નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસીમાં પ્રથમ પ્રયોગ

  • June 27, 2020 10:30 AM 851 views


નવી પોલિસીમાં વધુ ૭ સેકટરનો ઉમેરો: ઉધોગો શરૂ કરવાની અરજીનો એક માસમાં નિકાલ કરાશે: તમામ ૩૩ જિલ્લાને લાગુ પડે તેવી ૧૯ સેકટરની પ્રોફાઈલ તૈયાર: જુલાઈમાં થનારી જાહેરાત


લાંબા સમયના વિલબં પછી ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ૨૦૨૦–૨૦૨૫ને આખરી ઓપ આપવામાં આવ્યો અને તેને જુલાઇ મહિનામાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ પોલિસીમાં નવા મૂડીરોકાણને આકર્ષવા માટે અનેક પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, એટલું જ નહીં સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે એક મહિનામાં કોઇપણ નવો પ્રોજેકટ શ થાય તે માટે ઝડપથી મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે.


રાજ્યના ઉધોગ વિભાગના અગ્રસચિવ એમકે દાસે કહ્યું હતું કે ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે હાલ કામ ચાલી રહ્યું છે. અમે જુલાઇમાં જાહેર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ પોલિસીમાં હયાત ઉધોગો તેમજ નવા આવનારા ઉધોગો માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવશે.


બીજી તરફ મુખ્યમંત્રી વિજય પાણીના નિવાસસ્થાને છેલ્લા સાહથી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની આખરી ઓપ આપવા માટે મેરેથોન બેઠકો યોજાઇ રહી છે. શુક્રવારે છેલ્લી બેઠક હતી ત્યારબાદ પોલિસીને આખરી ઓપ આપવા માટે ઉધોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.


પોલિસીના આધારે ગુજરાતની ૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં ઉધોગોને અનેક પ્રોત્સાહન અપાશે. નવી પોલિસીના ડ્રાટમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે યારે દેશના અન્ય રાયોની ઔધોગિક સ્થિતિ તેમજ વધતા જતાં મૂડીરોકાણને પણ ધ્યાને લેવામાં આવ્યું છે. ગુજરાતની નવી ઉધોગ નીતિમાં રાયમાં ઉધોગ સ્થાપિત કરવા માગતા ઉધોગ જૂથોનો જલસા પડી જાય તેવી જોગવાઇ કરવામાં આવી છે.


આ નીતિના ડ્રાટની વિગતો જોતાં તેમાં પહેલીવાર લેન્ડ બેન્કનો ઉપયોગ કરવાનું નક્કી કયુ છે. એ સાથે ઉધોગો માટે વધુ પ્રોત્સાહનો તેમજ ઝડપી મંજૂરીઓ માટેનું વ્યવસ્થા તત્રં ઉભું કરવામાં આવી શકે છે. ઉધોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે નવી નીતિ અંગે મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન થયાં છે જેમાં મુસદ્દાની બાબતોને ધ્યાને લેવામાં આવી છે. નવી ઉધોગ નીતિ ગયા ડિસેમ્બરમાં જાહેર કરવાની હતી પરંતુ સરકારે તેમાં કેટલાક સુધારા સૂચવતાં નીતિની જાહેરાત થઇ શકી ન હતી.


ઉધોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાયની હાલની ઉધોગ નીતિ ૩૧મી ડિસેમ્બરે પૂર્ણ થઇ છે પરંતુ નવી નીતિ ન બને ત્યાં સુધી જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હવે સરકાર જુલાઇ મહિનામાં ૨૦૨૦––૨૦૨૫ની નવી નીતિની જાહેરાત કરશે. રાય સરકાર નવી નીતિમાં બીજા વધુ સેકટરોનો સમાવેશ કરવા જઇ રહી છે. ખાસ કરીને આર્થિક ક્ષેત્ર ઉપરાંત કૃષિ સેકટરને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એ ઉપરાંત એરોસ્પેસ્, ડિફેન્સ, સ્ટાર્ટઅપ મિશન, ટેકનોલોજી અને સર્વિસિઝ તેમજ હોસ્પિટાલિટીને સામેલ કરવામાં આવશે. નવી નીતિમાં રોજગારીની તકોને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે.


રાજ્ય સરકાર હાલ એસએમએમઇ સેકટરને વધારે પ્રોત્સાહન આપી રહી છે. હજી વધારે પ્રોત્સાહન આપવાની જોગવાઇ નીતિમાં કરવામાં આવી છે. ઉધોગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સેકટરને પ્રોત્સાહન આપવાથી રોજગારીની વિપુલ તકો સર્જાઇ શકે છે. સરકાર વન અને પર્યાવરણ, ઉર્જા, ખોરાક અને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, પરિવહન અને નાણાકીય સંસ્થાઓ જેવા ક્ષેત્રોને સમાવવા વિચારાધીન છે. ઉધોગ નીતિમાં કુટીર ઉધોગ અને કૌશલ્ય વિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને રાયમાં યાં જમીન ઉપલબ્ધ છે ત્યાં લેન્ડ બેન્ક બનાવવામાં આવી છે અને તે જમીન ઉધોગોને આપવાનું નક્કી થયું છે.


ગુજરાતની નિકાસને ટારગેટ બનાવીને સરકારે ખાસ પ્રકારના નિકાસલક્ષી ઉધોગોને વધારે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. રાયમાં ટેકસટાઇ, હીરા, ફાર્મા, રસાયણ, એન્જીનિયરીંગ, ચાઇનીઝ માટીની ચીજવસ્તુઓ, તૈયાર કપડાં, ડીઝલ એન્જીન જેવા ક્ષેત્રોમાં પણ વધારે પ્રોત્સાહન આપવા માગે છે. એ ઉપરાંત આ વખતે સરકારે નવી નીતિમાં બાગાયતી ક્ષેત્રનો વધારે ઉપયોગ કરવાનું નક્કી કયુ છે, કારણ કે આ ક્ષેત્ર વધારે રોજગાર આપી શકે છે અને નિકાસ પણ વધારી શકે છે.


રાજ્ય સરકારે નવી નીતિમાં ૧૯ જેટલા વિવિધ સેકટરોની પ્રોફાઇલ બનાવી છે જે રાયના ૩૩ જિલ્લાઓને અસર કરે છે. અગાઉની નીતિમાં સરકારે માત્ર ૧૨ સેકટરો માટે કામ કયુ છે જેમાં આ વખતે વધુ સાત સેકટરોનો ઉમેરો કર્યેા છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની પરેખા તૈયાર કરવામાં ઉધોગ વિભાગના અગ્રસચિવ એમકે દાસ અને ઉધોગ કમિશનર રાહુલ ગુપ્તાનો સૌથી મોટો ફાળો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application