BREAKING NEWS

ભાણવડના વૃદ્ધને ઉંચા વ્યાજ દરથી રકમ આપી જમીન પચાવી પાડી

  • April 07, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ભાણવડના વૃદ્ધને ઉંચા વ્યાજ દરથી રકમ આપી જમીન પચાવી પાડી

દુધાળા ગામના શખ્સ સામે ફરિયાદ

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મજીદભાઈ ઓસમાણભાઈ સમા નામના ૬૬ વર્ષના મુસ્લિમ વૃધ્ધએ વર્ષ ૨૦૧૬ ના સમયગાળા દરમિયાન ભાણવડ તાલુકાના દુધાળા ગામના રામભાઈ ગોવાભાઈ સગર પાસેથી ત્રણ ટકાના વ્યાજ દરથી ૧૦,૦૦,૦૦૦ ની રકમ લીધી હતી. જેમાં ફરિયાદી મજીદભાઈની સંયુક્ત ખાતાની ભાણવડ સીમમાં આવેલી જમીન વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો.

ફરિયાદી મજીદભાઈ દ્વારા વ્યાજના પૈસાની સગવડ ન થતા વર્ષ ૨૦૧૭ માં ફરિયાદી મજીદભાઈએ વેચાણથી આપેલી જમીનનો આરોપી રામભાઈ સગરએ કબજો લઈ લીધો હતો જે પરત નહીં સોંપી, અને આશરે રૂપિયા ૧૮ લાખ જેટલી વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News