જામનગરમાં જમીનનો ધંધાર્થી પીધેલો પકડાયો
ગાડીમાંથી દારૂની બોટલ મળી: ૩ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરતી પોલીસ
જામનગરના પંચવટી સોસાયટી વિસ્તાર, મયુરબાગ પાસે રહેતા એક શખ્સને દારૂ પીધેલી હાલતમાં ગાડી લઇને નીકળતા પંચકોશી-બી પોલીસે પકડી પાડયો હતો અને ગાડીની તલાશી લેતા તેમાથી શરાબની બોટલ મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરના પંચવટી સોસાયટીની બાજુમાં મયુરબાગ શેરી નં. ૫, પ્લોટ નં. ૨૦૦/૧/બી ખાતે રહેતા અને જમીન મકાન લે-વેચના ધંધાર્થી અશોક દેવશી અકબરી નામના શખ્સને પોતાના ભોગવટાની એસયુવી કાર નં. જીજે૧૦ડીજે-૪૬૧૬માં વિદેશી દારૂની એક બોટલ જેમા આશરે ૫૦૦ એમએલ દારૂ હોય કિ. ૭૦૦નો રાખી નીકળતા પકડી લીધો હતો તેમજ આરોપી અશોક જાહેરમાં કેફી પીણુ પીને નીકળતા તેની અટકાયત કરી કુલ ૩.૦૦.૭૦૦નો મુદામાલ કબ્જે કરી તેની સામે પંચ-બી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ બનાવને લઇને ભારે ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application