3.5 સેકેન્ડમાં પ્લેનની રફતાર પકડતી LAMBORGHINIની SUPER SPORTS CAR ભારતમાં થઈ લોન્ચ

  • June 16, 2021 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈટલીની પ્રમુખ વાહન નિર્માતા કંપની LAMBORGHINIએ ભારતમાં HURRACAN EVO RWD SPYDER લોન્ચ કરી છે. નવા લુક અને દમદાર એન્જીનવાળી આ સુપરકારની કિંમત 3.54 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. 

 

આ નવા મોડલમાં V10 એન્જીન લગાડવામાં આવ્યું છે. જે 610BHPનો પાવર આપે છે. આ મોડલની કાર 0-100 કિલોમીટરની સ્પીડ 3.5 સેકેન્ડમાં પકડી શકે છે. આ કારની મહત્તમ સ્પીડ 324 કિલોમીટર પ્રતિ કલાક છે. લેંબોર્ગિનીના ક્ષેત્રિય નિદેશક એશિયા-પ્રશાંત ફ્રાંસિસ્કો સ્કારડાઓનીના જણાવ્યા મુજબ, આ મોડલ ભારતમાં સુપર સ્પોર્ટ્સ કાર બજારમાં એક નવી ઉર્જા ઉમેરશે. ભારતમાં આ કાર ગ્લોબલ લોન્ચના આશરે એક વર્ષ બાદ રજૂ કરવામાં આવી છે. આ કારને ગ્લોબલ માર્કેટમાં ગત વર્ષે મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી.

 

ગત વર્ષમં લેંબોર્ગિની તરફથી ભારતીય બજારમાં રજૂ થનારી આ બીજી કાર છે. HURRACAN EVO RWD SPYDER ડિઝાઈન અને લુક મામલે મોટા ભાગે કૂપે મોડલ જેવી છે. જો કે તેનો વજન 120 કિલોગ્રામથી વધુ છે. આ કારની સૌથી ખાસ વાત છે કે તેનું રૂફ ટોપ માત્ર 17 સેકન્ડમાં ખુલી જાય છે. કંપનીએ આમાં કૂપે મોડલ જેવું કેબિન આપ્યું છે. આ કારમાં 8.4 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. જેને એપલ કાર પ્લે અને એમઝોન એલેક્સાથી કનેક્ટ કરી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021