Lamborghiniએ ભારતમાં લોન્ચ કરી પોતાની નવી સુપર સ્પોર્ટ્સ કાર 

  • July 22, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈટલીની પ્રખ્યાત સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની Lamborghiniએ ભારતમાં પોતાની શાનદાર Huracan STO સુપર કાર લોન્ચ કરી છે. આ કારના લુક્સ ખૂબ જ શાનદાર છે. આ કારની શોરૂમ કિંમત 4.99 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીને આ વર્ષે ભારતીય બજારમાં Huracan STOના 10 યુનિટ વેચાવાની આશા છે. Huracan STO સુપર ટ્રોફિયો ઓમોલોગટા એક રોડ હોમોલોગેટેડ સુપર સ્પોર્ટ્સ કાર છે જે લેંબોર્ગિની સ્ક્વાડ્રા કોર્સની હુરાકેન સુપર ટ્રોફિયો ઈવીઓ રેસ સિરીઝની રેસિંગ હેરિટેજથી પ્રેરિત છે.

 

Lamborghini Huracan STO સુપર સ્પોર્ટ્સ કારમાં 5.2 લીટર V10 નેચરલી એસ્પિરેટેડ એન્જીન છે. આ એન્જીન 640 BHPનો પાવર અને 600 NM સુધીનો પીક ટોર્ક જનરેટ કરે છે. Huracan STOનું એન્જીન એટલું પાવરફુલ છે કે કાર માત્ર 3 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. અને 9 જ સેકન્ડમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ કારની ટોપ સ્પીડ 310 કિલોમીટર પ્રતિ કલાક છે. નવી Huracan STO તેની જૂના મોડલ કરતા 43 કિલોગ્રામ વધુ હલકી છે. તેનું મુખ્ય કારણ એ છે કે કારની બોડીમાં 75 ટકા કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય કારની વિંડસ્ક્રિન 20 ટકા હલકી થઈ ગઈ છે. આ કારનું ડ્રાઈવ વજન 1339 કિલોગ્રામ છે. આ ફાસ્ટ કારને હલકા અને મજબુત મટીરિયલથી તૈયાર કરવામાં આવી છે. 

 

Huracan STOના ફ્રંટ બોનેટ, ફેંડર અને ફ્રંટ બંપરમાં એક જ કોંપોનેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને લેંબોર્ગિનીના એન્જીનીનિયરોએ તૈયાર કર્યું છે. અને તેનું નામ કોફૈંગો છે. ફ્રંટ બોનેટ પર લગાવેલા એર ડક્ટ્સ સેન્ટ્રલ રેડિએટર દ્વારા એરફ્લોને વધારવાનો દાવો કરે છે. જે બદલામાં એન્જીનને ઝડપથી ઠંડુ કરવામાં મદદ કરે છે. એક નવું ફ્રંટ સ્પિલટર નવી ડિઝાઈન કરેલી અંડરબોડી અને રિયર ડિફ્યુઝરમાં એરફ્લોને નિર્દેશિત કરે છે. કોફૈંગોનું સાઈડ પ્રોફાઈલ આગળના વ્હીલના ચારેકોર એરફ્લોને નિર્દેશિત કરે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021