ડેલ્ટા કરતા પણ કોરોનાનો લેમ્બડા વેરિઅટં વધુ ખતરનાક

  • July 07, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૦ દેશોમાં પહોંચી ગયો, બ્રિટન સહિતના દેશોમાં પણ ફરી પરિસ્થિતિ બગડશેકોરોનાવાયરસ ના અલગ અલગ વેરિયન્ટ દુનિયાભરમાં નવેસરથી ચિંતા જગાવી રહ્યા છે અને બ્રિટનમાં પરિસ્થિતિ સુધરી રહી છે ત્યારે હવે ત્યાં પણ આગામી દિવસોમાં ચિંતાજનક હાલત થવાની આગાહી કરવામાં આવી છે અને એમ જાહેર કરવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ ના ડેલ્ટા વેરિએન્ટ કરતા લેમ્બડા વેરિયન્ટ વધુ ખતરનાક છે.

 


આ નવો વેરિયન્ટ દુનિયાના ૩૦ જેટલા દેશોમાં પહોંચી ગયો છે અને આ બધા દેશોમાં નવેસરથી ચિંતા જાગી છે કારણ કે આગામી દિવસોમાં તેને પગલે પરિસ્થિતિ ફરીથી બગડે તેવી દહેશત ઉભી થઇ છે. બ્રિટનના આરોગ્ય મંત્રાલય દ્રારા એવી જાહેરાત કરવામાં આવી છે કે નવો વેરિયન્ટ સૌથી વધુ ખતરનાક છે.

 


સત્તાવાર અહેવાલમાં જણાવ્યા મુજબ સૌપ્રથમ પે દેશમાં લીંબડા વેરિએન્ટ જોવા મળ્યો હતો અને ત્યારબાદ હળવે હળવે તે અલગ અલગ દેશોમાં ફેલાઇ ગયો હતો અને પાછલા ચાર સાહમાં તે દુનિયાના ૩૦ જેટલા દેશોમાં પહોંચી ગયો છે અને નવેસરથી ચિંતા જાગી છે.

 


નવો વેરિયન્ટ સૌથી વધુ ખતરનાક એટલા માટે છે કે તે કોરોનાવાયરસ વિરોધી રસી ને ના કામ કરી શકે છે અને તેની અસરકારકતા માં મોટો ઘટાડો કરી શકે છે. ઇઝરાયલ સહિતના કેટલાક દેશોમાં રસીની અસરકારકતા ની ટકાવારી માં ઘટાડો નોંધાયો છે અને તે ચિંતાની બાબત છે.

 


બ્રિટનમાં નવા વેરિઅટં ના છ કેસ બહાર આવ્યા છે અને ભારે દોડાદોડી થઈ ગઈ છે. બ્રિટનના વડાપ્રધાન દ્રારા ગઈકાલે તેવી જાહેરાત કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ લોકોને માસકમાંથી મુકિત મળી જશે પરંતુ ત્યાં નવા વેરિએન્ટ ના કેસ આવી જતા હવે નવેસરથી કેસમાં ભયંકર વધારો થવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે અને બ્રિટનમાં ફરીથી હાલત બગડી શકે છે.

 


નવો વેરિયન્ટ વધુ સંક્રામક છે અને તેને લીધે કેસમાં ભયંકર વધારો થતો રહે છે અને દર્દીઓની હાલત પણ ગંભીર થઈ જાય છે અને તેની સામે સૌથી મોટું નુકસાન એ છે કે આ વેરિએન્ટની સામે કોરોનાવાયરસ વિરોધી રસી અસરકારક રહેતી નથી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS