રાજકોટના તાત્કાલીન પીએસઆઇ સાથે ફલેટના સોદાના નામે તેમની સાથે મિત્રે જ રૂ.૫.૫૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રોપર્ટીમાં ઊંચા વળતરની લાલચ આપી જૂનાગઢ પીટીસી ખાતે ફરજ બજાવતાં પીએસઆઈ મહેન્દ્રભાઈ ભીખુભાઈ જેબલિયા (ઉ.વ. 48, રહે. રેસકોર્સ બિલ્ડીંગની બાજુમાં , રાજેશ -B-5) સાથે તેના જ મિત્ર નયન જતીન સેજપાલ (રહે. સિનર્જી હોસ્પિટલ પાસે)એ રૂ. 5.50 લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
ફરિયાદમાં પીએસઆઈ જેબલીયાએ જણાવ્યું છે કે, 2019માં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે આરોપી સાથે સંપર્ક થતાં મિત્રતા થઇ હતી. તે વખતે આરોપીએ કહ્યું કે હું જમીન-મકાનની દલાલી કરું છું, તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો કહેજો. ત્યારબાદ આરોપીએ પ્રોપર્ટીનું લિસ્ટ બતાવ્યું હતું. જે બાદ અવારનવાર કોલ અને વોટ્સએપ કોલ કરી, દારૂ અને જુગારની બાતમી આપીશ તેમ પણ કહેતો હતો.
2019ની સાલમાં આરોપીએ તેને કોલ કરી સિનર્જી હોસ્પિટલ પાસે પ્રોપર્ટી બતાવવા બોલાવ્યા હતાં. જ્યાં જતાં આરોપીએ કહ્યું કે રૂ. 5 લાખની વ્યવસ્થા કરો, રૂ. 25 લાખના ફલેટનું ટોકન આપવાનું છે, એક ફલેટ લેનાર ગ્રાહક છે જેને રૂ. 29 લાખમાં વેચી દેવાથી રૂ. 4 લાખનો નફો થશે, જેમાંથી હું તમને રૂ. 2 લાખ આપીશ. જેથી આરોપીને રૂ. 5 લાખની વ્યવસ્થા કરી આપી દીધા હતાં. તે વખતે આરોપીએ કહ્યું કે સામેની પાર્ટી ફલેટ લેવા તૈયાર જ છે, લોન પણ તૈયાર જ છે, તેમના મકાનનો કબજો આપણી પાસે જ છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતાં. એટલું જ નહીં તેણે પણ બાતમી મેળવવા અલગ-અલગ વાતો કરી હતી. થોડીવાર બાદ આરોપીની ઓફિસમાં એક યુવતી આવી હતી. જેને આરોપી બેટા કહીને બોલાવતો હતો. આરોપીએ રકમ એ યુવતીને ગણવા માટે આપી દીધી હતી. બીજા દિવસે આરોપીએ ઘંટેશ્વર પાસે ફોરચ્યુનર સેરેમનીમાં ફલેટ દેખાડયો હતો અને કહ્યું કે આ ફલેટનો સોદો આપણે કરવાના છીએ.
દિવસો પસાર થતા આરોપીને સોદા બાબતે પૂછતાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. મહિનાઓ પસાર થયા બાદ આરોપી પાસે પૈસા પરત માંગતા કહ્યું કે તમારા હિસાબમાં આવતા વધારાના 2 લાખમાંથી દોઢ લાખ આપું છું, બાકીના 50,000 પછી આપીશ, પાંચ લાખની મૂડીની હાલ મારે જરૂર છે અને તેનું રોકાણ પણ થઇ ગયું છે, તમે થોડી રાહ જુઓ. આ રીતે આરોપીએ રૂ. 5 લાખ તેની પાસેથી લઇ નફા પેટેના રૂ. 2 લાખમાંથી રૂ. દોઢ લાખ આપી નફાના રૂ. 50,000 ઉપરાંત મૂડીના રૂ. 5 લાખ એમ કુલ રૂ. 5.50 લાખ નહીં આપતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેક સ્ત્રી તેની નબળાઈ: પ્રીતિકા રાવનો હર્ષદ અરોરા પર આરોપ
April 18, 2025 12:23 PMઆમિર ખાનની 'સિતારે જમીન પર '20 જૂને રીલીઝ થશે
April 18, 2025 12:21 PM'જાટ' વિવાદમાં ફસાઈ, સની દેઓલ અને રણદીપ હુડા વિરુદ્ધ જાલંધરમાં ફરિયાદ
April 18, 2025 12:20 PMવિરાટ-અનુષ્કાના પરિવારની એઆઈ ઈમેજએ મચાવી ધૂમ
April 18, 2025 12:18 PMશહેરનો રાજાશાહી વખતનો ભુજીયો કોઠો નવ નિર્મિત થઇને થોડા દિવસોમાં ખુલ્લો મુકાશે
April 18, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech