રાજકોટ શહેર અને જિલ્લ ાની ૧૭ સબરજીસ્ટાર કચેરીઓમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧,૬૦,૯૭૩ મિલકતોના સોદાના દસ્તાવેજ નોંધાયા હતા. શહેર–જિલ્લામાંથી રાય સરકારની તિજોરીને દસ્તાવેજ નોંધણી ફી સ્ટેમ્પ ડયુટી થકી ૯,૩૨,૩૦,૪૩,૨૧૨ (નવસો બત્રીસ કરોડ ત્રીસ લાખ તેતાલીસ હજાર બસ્સો બાર રૂપિયાની) આવક થઈ છે. રાજકોટ શહેરનો મોરબી રોડ સૌથી વધુ હીટ અને હોટ રહ્યો હોય તેમ માત્ર મોરબી રોડની સબ રજીસ્ટાર કચેરીમાં જ ૧૯,૮૮૩ દસ્તાવેજ નોંધાયા હતા અને તંત્રને ૧.૧૪ અબજની રેવન્યુ મળી છે. બીજા ક્રમે મવડી વિસ્તાર રહ્યો હતો. ગોંડલનો વિસ્તાર પણ ત્રીજા ક્રમ સાથે ગરમ રહ્યો. જયારે જિલ્લ ામાં વિંછીયા તાલુકામાં સાવ સુસ્તી પ્રોપર્ટી લે–વેચમાં દેખાઈ હોય તે મુજબ ૧૭ કચેરીમાંથી વિંછીયાનો માત્ર ૯૫૬ દસ્તાવેજની નોંધણી સાથે છેલ્લા ક્રમે આ તાલુકો આવકમાં ઉભો રહ્યો છે.
રાજકોટ જિલ્લા સબ રજીસ્ટર કચેરીના આધારભુત વર્તુળોમાંથી પ્રા થયેલી આંકડાકીય માહિતી મુજબ ૧૭ સબ રજીસ્ટર કચેરી પૈકી રાજકોટ રૂરલની કચેરીમાં ૯૪૩૪ દસ્તાવેજ નોંધાયા અને ૫૧.૭૩ કરોડ વર્ષ દરમિયાન સરકારની તિજોરીમાં આવ્યા હતા. જયારે રૈયા વિસ્તારમાં ૧૨,૨૧૪ દસ્તાવેજ સાથે ૮૯૫ કરોડની આવક થઈ. અવ્વલ રહેલી મોરબી રોડ કચેરીમાં મોરબી રોડ વિસ્તાર પ્રોપર્ટી લે–વેચમાં લાવ લાવ સાથે તેજીમાં રહ્યો અને સરકારને ૧૧૪ કરોડ રૂપિયા કમાવી આપ્યા. પડધરી પંથકમાં મંદીનો માહોલ દેખાયો ૩૩૫૫ મિલકતોના દસ્તાવેજ સાથે ૧૫.૮૭ કરોડ રૂપિયા સરકારને મળ્યા.
જેતપુર તાલુકામાં ૮૧૨૫ પ્રોપર્ટી વેચાઈ અને ૩૨.૦૫ કરોડ રૂપિયા, જયારે રાજકોટ શહેરમાં કોઠારીયા વિસ્તાર પણ તેજીમાં રહ્યો હતો. ત્યાં પ્રમાણમાં વર્ષ દરમિયાન સારા સોદા પડયા. ૧૨૪૮૦ પ્રોપર્ટીઓના દસ્તાવેજ સાથે ૫૯.૮૪ કરોડ રૂપિયા સરકારને મળ્યા હતા. રાજકોટ–૩ સબ રજીસ્ટાર કચેરી કે જેમાં મોરબી રોડ, રતનપરનો ગ્રામ્ય એરીયાનો સમાવેશ થાય છે. આ કચેરીમાં પણ ૧૧,૭૨૯ મિલકતોની નોંધણી થઈ અને સરકારી તિજોરીમાં ૮૪.૮૨ કરોડ રૂપિયા ઠલવાયા હતા. રાજકોટ ઝોન–૧માં ૧૦,૪૨૮ પ્રોપર્ટી સાથે ૫૬.૫૧ કરોડ, ઉપલેટા તાલુકામાં ૫૨૨૭ પ્રોપર્ટીના સોદામાં ૨૧.૧૬ કરોડ, જામકંડોરણા પંથકમાં ૧૩૫૭ મિલકતોની લે–વેચમાં ૨.૫૫ કરોડ જયારે લોધીકા તાલુકામાં દસ્તાવેજ ભલે ઓછા થયા પરંતુ ત્યાં સરકારને રેવન્યુ વધુ મળી છે. લોધીકાએ ૯૮૮૧ પ્રોપર્ટીના દસ્તાવેજ નોંધણી થકી ૫૯ કરોડ સરકારને કમાવી આપ્યા છે.
અન્ય કચેરીઓમાં જસદણ તાલુકામાં ૫૮૨૫ મિલકતોના સોદા થયા અને ૨૨.૯૧ કરોડ સરકારને મળ્યા. રાજકોટ શહેર જિલ્લ ામાં મોરબી રોડ બાદ મવડી વિસ્તાર ભારે તેજીમાં વર્ષ દરમ્યાન રહ્યો હતો. મવડી સબ રજીસ્ટાર કચેરીએ ૧૫૪૫૨ દસ્તાવેજ વર્ષ દરમ્યાન નોંધીને ૧૦૩ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં ઠલવાયા હતા. જયારે છેલ્લા ક્રમે રહેલા વિંછીયામાંથી ૯૫૬ દસ્તાવેજો થકી ૧.૫૨ કરોડ મળ્યા હતા. મૌવા વિસ્તારમાં દસ્તાવેજો ૯૫૧૬ નોંધાયા પરંતુ ત્યાં જંત્રી ઉંચી હોવાથી આવકમાં ૧૭ સબ રજીસ્ટાર કચેરીઓમાં ૯૯.૪૬ કરોડની આવક સાથે મૌવાની કચેરી ત્રીજા ક્રમે રહી છે. ગોંડલ પંથકમાં દસ્તાવેજો ૧૫૧૦૪ નોંધાયા પરંતુ ગ્રામ્ય વિસ્તાર નીચી જંત્રી હોવાથી તંત્રને ૬૮.૭૧ કરોડ મળ્યા. કોટડાસાંગાણીમાં ૬૦૩૪ દસ્તાવેજ સાથે ૩૩.૫૦ કરોડ અને ધોરાજીમાં ૩૯૭૫ દસ્તાવેજની નોંધણીથી ૧૫.૦૯ કરોડ રૂપિયા મળ્યા હતા. આમ ૨૦૨૪માં રાજકોટ શહેર જિલ્લ ામાં ૧,૬૦,૯૭૩ મિલકતોમાં (મકાન, બંગલા, ખેતર) સહિતની પ્રોપર્ટીના દસ્તાવેજો થયા હતા. જેમાં ફી પેટે ૧,૩૫,૭૭,૨૦,૩૯૫ અને સ્ટેમ્પ ડયુટી પેટે ૫૯,૬૫,૩૨,૨૮૧૭ રૂપિયા મળી કુલ સરકારને વર્ષ દરમિયાન ૯,૩૨,૨૩,૦૪૩૨૧૨ રૂપિયા સરકારની તિજોરીમાં ઠલવાયા હતા.
સુચીત જંત્રી વધારા છતાં ડિસેમ્બર મહિનામાં દસ્તાવેજો વધ્યા
રાય સરકાર દ્રારા જંત્રીમાં તોતીંગ વધારા સાથે સુચીત જંત્રી અમલમાં મુકાતા રાયભરમાં બિલ્ડરોથી લઈ સામાન્યજનમાં દેકારો બોલી ગયો હતો. દરેક શહેર જિલ્લામાં બિલ્ડરો દ્રારા જંત્રીના વધારાના વિરોધમાં રેલીઓ નીકળી. સ્થાનીક સતાવાહકોને આવેદન અપાયા, ગાંધીનગર સુધી રજુઆત કરાઈ હતી. આ સુચીત વધારા સાથે પણ રાજકોટ શહેર જિલ્લામાં નવેમ્બર માસ કરતા ડિસેમ્બર મહિનામાં ચાર હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા હતા. નવેમ્બર માસમાં ૯૬૦૦ દસ્તાવેજની સામે ડિસેમ્બરમાં ૧૩,૨૫૫ દસ્તાવેજ ૧૭ સબ રજીસ્ટાર કચેરીમાં નોંધાયા છે. આખુ વર્ષ તેજી સાથે આગળ રહેલા મોરબી રોડ પર ડિસેમ્બર માસમાં ૧૫૫૪ દસ્તાવેજ, બીજા ક્રમે ગોંડલ તાલુકો રહ્યો જયાં ૧૩૨૫ દસ્તાવેજ નોંધાયા છે. જયારે મવડીમાં ૧૨૭૫ દસ્તાવેજ થયા હતા. સૌથી ઓછા સોદા ગત માસે જામકંડોરણામાં માત્ર ૧૨૭ પ્રોપટીના દસ્તાવેજ થયા હતા. ૧૭ સબ રજીસ્ટાર કચેરીની કુલ આવક ૮૦,૮૭,૩૪,૪૯૬ થઈ હતી. જે નવેમ્બર માસ કરતા ૧૮ કરોડથી વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉતરાયણ બની ઘાતક, 10 લોકોના ગાળા કપાયા, અકસ્માતની 21 ઘટના, જાણો તંત્રએ લોકોને શું અપીલ કરી?
January 14, 2025 01:09 PMટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું
January 14, 2025 12:57 PMગૌતમ અદાણીની અદાણી પાવર સહિતની કંપનીઓના શેર 20 ટકા સુધી વધ્યા, જાણો આ ઉછાળાનું રહસ્ય
January 14, 2025 12:51 PMશું આઇફોન હેક થઈ શકે? જાણો સિક્યોરિટી રિસર્ચરે શું મોટો ખુલાસો કર્યો
January 14, 2025 12:42 PMજોધપુર સગીર બળાત્કાર કેસમાં આસારામ ૧૧ વર્ષ પછી જામીન પર બહાર આવશે, હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત
January 14, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech