દેશમાં ત્રણ દિવસમાં જ નોંધાયા 10 લાખ નવા કેસ

  • April 24, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

3.46 લાખ નવા કેસ અને 2600 મોત સાથે વધુ એક રેકોર્ડ, દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ બેંગલુરુમાં

 ભારતમાં એક જ દિવસમાં નવા કેસોએ ફરી એકવાર 3.46 લાખની નવી ટોચને સ્પર્શ કરી છે. જ્યારે શુક્રવારે મૃત્યુઆંક પણ 2600 પહોંચીને નવો વિક્રમજનક રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં હવે છેલ્લા ત્રણ દિવસમાં 10 લાખ (9. .9 લાખ) ની નજીક નવા કેસનો અહેવાલ મળ્યો છે, જ્યારે આજે સતત ચોથો દિવસ હતો, જેમાં ભારતમાં 24 કલાકમાં 2000થી વધુનાં મોત થયા હોય.

 

 


ભારતમાં હાલની કોરોના સ્થિતિને દુનિયાના બીજા સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશો સાથે સરખાવામાં આવે તો ગુરુવારે બ્રાઝિલમાં 79,719 કેસ નોંધાયા જ્યારે યુ.એસ. માં 62,642 અને તુર્કીમાં 54,791 નવા કેસ સામે આવ્યા હતા. દુનિયાના આ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી કોઈ પણ ભારતના આંકડાની નજીક પણ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા કોરોનાના કુલ 9.9 લાખ નવા કેસમાંથી નોંધપાત્ર 37% એકલા ભારતમાંથી નોંધાયા છે.

 

 


જ્યારે એક તરફ મુંબઈ અને દિલ્હી સમાચારોમાં મથાળા બન્યા છે પરંતુ બીજી તરફ બેંગલુરુ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતો જિલ્લો બન્યો છે. ગુરુવારે બેંગલુરુમાં 1.5 લાખ એક્ટિવ કેસ હતા. જ્યારે તેના બાદ બીજો જિલ્લો પુણે છે જ્યાં 1 લાખ જેટલા એક્ટિવ કેસ હતા.

 

 


દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા 10 જિલ્લા પૈકા પાંચ જિલ્લા મહારાષ્ટ્રમાં છે, પુણે, મુંબઈ, નાગપુ, થાણે અને નાશિક. જોકે ભજ્ઞદશમ19શક્ષમશફ.જ્ઞલિનો ડેટા દશર્વિે છે કે હૈદરાબાદ આ તમામ શહેરો કરતા વધારે 94000 એક્ટિવ કેસ ધરાવતો જિલ્લો છે. આ ઉપરાંત દેશના ટોપ 10 જિલ્લાના લિસ્ટમાં લખનૌ, ગૌહાટી અને અમદાવાદનો સમાવેશ થાય છે. દિલ્લી માટે જિલ્લા અનુસાર આંકડાનું પૃથ્થકરણ હજુ ઉપલબ્ધ નથી જેના કારણે તેને આ ગણતરીમાં સામેલ કરવામાં આવ્યું નથી. દિલ્હીમાં કુલ 11 જિલ્લા આવ્યા છે જેમાં બધુ મળીને કુલ 1 લાખ કરતા વધારે એક્ટિવ કેસ છે.

 

 


બેંગલુરુનો એક્ટિવ કેસ આંકડો ચાર રાજ્યો મહારાષ્ટ્ર, ઉત્તરપ્રેદશ, કેરણ અને પોતાના રાજ્ય કણર્ટિક કરતા પણ વધારે છે. હકીકતમાં કણર્ટિકના કુલ એક્ટિવ કેસ પૈકી 70 ટકા એક્ટિવ કેસ એકલા બેંગલુરુના છે.

 

 


હવે જ્યારે આરોગ્ય સિસ્ટમ પર પડતા ભારણ અંગે વિચારવામાં આવે ત્યારે ટોટલ કેસના આંકડા કરતા એક્ટિવ કેસના આંકડા વધુ મહત્વના બની જાય છે. તેવામાં આ ટોપ 10માં સામેલ કેટલાક જિલ્લાઓ દિલ્હી મુંબઈ જેવા મોટા શહેરો કરતા ઓછી વસ્તી ધરાવે છે છતા વસ્તીની દ્રષ્ટીએ એક્ટિવ કેસની ટકાવારી ખરેખર ચિંતાજનક છે. કારણ કે આ જિલ્લાઓમાં આ બંને શહેરો કરતા આરોગ્ય સેવાઓ પણ ઓછી હોવાની શક્યતા પૂરેપૂરી છે.

 

 


રાજ્ય અનુસાર જો એનાલિસિસ કરવામાં આવે તો શુક્રવારે કુલ 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જેમાં એક દિવસમાં વધારો ખૂબ મોટો છે. જેમાં કેરળ, કણર્ટિક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પ. બંગાળ, ઓડિશા, રાજસ્થાન, છત્તિસગઢ, હરિયાણા, ગુજરાત, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, અને ચંડીગઢનો સમાવેશ થાય છે.
રાજ્યો પૈકી સૌથી વધુ કેસ મહારષ્ટ્રમાંથી 66,836 નોંધાયા છે. જે બાદ ઉત્તર પ્રદેશ, કેરળ, કણર્ટિક, અને દિલ્હી દરેકમાંથી 20000 કરતા વધુ કેસ નોંદાયા છે. તો કોરોનાથી મૃત્યુ મામલે પણ સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં શુક્રવારે 773 લોકોના મોત થાય છે. જે દેશના શુક્રવારના કુલ મૃત્યુઆંકના 30 ટકા છે. જે બાદ નેશનલ કેપિટલ રિજનમાં 348 અને ચંડીગઢમાં 219 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, કણર્ટિક અને ગુજરાત એવા રાજ્યો છે જ્યાં 100થી વધુ મૃત્યુઆંક રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS