રાજકોટમાં રહેતા અને ગવર્મેન્ટ કોન્ટ્રાકટર મહિલા સાથે અમદાવાદના ફિલ્મ પ્રોડ્યુસરે ફૂડ પેકેટનો કોન્ટ્રાકટ નક્કી કરી તેમની સાથે પિયા ૧૪.૪૧ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. મહિલાએ ફડ પેકેટનો આ કોન્ટ્રાકટ પૂરો કરવા માટે સેન્ટરો ભાડે રાખી,કરીયાણુ લઇ, માણસો કામ પર રાખી પિયા ૨૧.૪૨ લાખનો ખર્ચ પણ કરી નાખ્યો હતો જેનું પણ તેમને નુકસાન થયું હતું.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશિપમાં રહેતા ગવર્મેન્ટ કોન્ટ્રાકટર શીતલબેન ભદતં મનોહરભાઈ બુચ(ઉ.વ ૩૯) દ્રારા પ્ર.નગર પોલીસ સ્ટેશન નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા પ્રોડુસર હિરેન ઉર્ફ યશ વિજેન્દ્રભાઈ વૈધનું નામ આપ્યું છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૯ માં તેમણે પીડીયુ મેડિકલ કોલેજમાં કેન્ટીન રાખી હતી તે સમયે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટનું કામ કરતા એચઆર મેનેજર રેખાબેન પટેલ મારફત આરોપી હિરેન ઉર્ફ યશનો પરિચય થયો હતો જે હિપસ્ટર મીડિયા અને ધ રીલ એન્ટરટેનમેન્ટ નામની અમદાવાદમાં ઓફિસ ધરાવતો હતો. આરોપીએ તેમને અમદાવાદ એએમસી અને અલગ–અલગ ગામોના પોલીસ સ્ટેશન અને ગવર્મેન્ટ લેબોરેટરી વગેરે જગ્યાએ ફટ પેકેટ મોકલવા માટે ઓર્ડર આપવાની વાત કરી સવારે ૩૦૦ અને સાંજે ૨૬૦ તૈયાર કરવા જણાવ્યું હતું અને તે કહે ત્યાં ફડ પેકેટ પહોંચતા કરવાની વાત કરી હતી.
આ ફડ પેકેટ રાજકોટ જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર,પોરબંદર, અમદાવાદ ચોટીલામાં બે વર્ષ માટે પહોંચતા કરવાની વાત કરી હતી. એક ડીશના પિયા ૯૦ નક્કી થયા બાદમાં મહિલાએ આરોપીની અમદાવાદની ઓફિસે જઈ લખાણ કરાવ્યું હતું અને એપ્રિલ ૨૦૨૧ થી કોન્ટ્રાકટ શ કરવાનો હતો ત્યારબાદ આરોપીના કહેવાથી અલગ–અલગ રકમ તેના બંને કંપનીના ખાતામાં કુલ ૧૪.૪૧ લાખ ડિપોઝિટ ચૂકવી હતી.કામ શ કરતા પહેલા એડવાન્સમાં એક સેન્ટર દીઠ બે ચેક આપ્યા હતા જેમાં એક ચેક ૧૦.૫૦ લાખનો જેમાં ધ રીલ એન્ટરટેનમેન્ટ દ્રારા અને બીજો ચેક ૨.૫૦ લાખનો હિપસ્ટર મીડિયા એન્ટરપ્રાઇઝને તેની શિવસં સર્વિસ નામની કંપનીના નામે આપ્યા હતા.
મહિલાએ કામ શ કરવા માટે ૮ સેન્ટરોએ જગ્યા ભાડે રાખી ફડ પેકેટ તૈયાર કરવા માટે માણસો પણ નોકરીએ રાખ્યા હતા અને કરિયાણું પણ ખરીદી લીધું હતું જેનો ખર્ચ ૨૧.૪૨ લાખનો ખર્ચ થયો હતો.બાદમાં આરોપી જે પ્રોડુસરનું પણ કામ કરતો હોય તેણે ફોન ઉપાડવાનું બધં કરી દીધું હતું તેની ઓફિસે જઈ તપાસ કરતા તેના મિત્રએ આરોપી ચીટીંગના ગુનામાં સંડોવાયો હોય અને ભુજ જેલમાં હોવાનું જણાવ્યું હતું. આરોપીના મામાએ ફરિયાદ ન કરવાનું અને પેમેન્ટ આપી દેવાનું કહ્યું હતું.પરંતુ તેમ છતાં પૈસા પરત ન મળતા અંતે મહિલાએ આ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. એ.બેલીમ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech