હૈદ્રાબાદમાં થયેલા ૬૭.૩૩ લાખના સાયબર ફ્રોડનું ૨૦ લાખનું પગેરું જેતપુર, સુરતમાં નીકળ્યું

  • October 04, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હૈદ્રાબાદમાં રહેતા એક નિવૃત સરકારી કર્મચારી સાથે ૬૭,૩૩,૦૪૬ પિયાનું સાયબર ફ્રોડના ગુન્હામાં જૂનાગઢની એક બેન્કના એકાઉન્ટમાં ૨૦ લાખ પિયા જમા થયેલ તેના તાર જેતપુરના એક શખ્સ સુધી અડતા હોય. આ ગુન્હામાં સીટી પોલીસે તેની ધરપકડ કરી હૈદ્રાબાદ પોલીસને સોંપ્યો હતો.
હૈદરાબાદમાં રહેતા સમીર કુમાર ચટોપાધ્યાય નામના એક નિવૃત સરકારી કર્મચારીને થોડા દિવસ પૂર્વે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવેલ હતો. અને પોતે સીબીઆઈ અધિકારી હોવાનું જણાવેલ અને વીડિયો કોલ કરી પોતે સીબીઆઈ અધિકારી હોવાના પુરાવાપે બનાવટી સીબીઆઈ ઓફીસ, વર્ધીધારી નકલી પોલીસ બતાવેલ. ત્યારબાદ સમીર કુમારને જણાવેલ કે તમારા બેન્ક એકાઉન્ટમાં ખૂબ મોટી રકમ જમા છે તે માટે તમારી સામે મની લોંડરિંગનો ગુન્હો દાખલ થશે જો તમારે આમાંથી બચવું હોય તો હત્પં જણાવું તે બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દો. થોડા દિવસ બાદ તમને તમારા પૈસા પાછા મળી જશે આમ કહી ૬૭,૩૩,૦૪૬ પિયા નકલી સીબીઆઈ ઓફિસરે જુદાજુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં. નિવૃત સરકારી કર્મચારી એવા સમીરકુમારની જીંદગીભરની કમાણી સાયબર ફ્રોડથી લૂંટાઈ જતા તેઓએ ત્યાં પોલીસ ફરીયાદ કરેલ હતી.
આ સાયબર ફ્રોડમાં એક ૨૦,૬૪,૩૪૨ લાખ પિયા જૂનાગઢની યસ બેન્કમાં વીરસ જેઠારામ ભુરા રામજી નામના વ્યકિતના કરટં એકાઉન્ટમાં જમા થયેલ હતા. આ એકાઉન્ટ ધારક જેતપુરમાં રહેતો હોવાથી હૈદ્રાબાદ પોલીસના પીઆઇ પ્રમોદકુમાર તપાસ અર્થે અહીં આવેલ હતાં. જેમાં જેતપુર પોલીસ વીરસ જેઠારામને શોધી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા જાણવા મળેલ કે, તે એક મજુર છે અને તેમના આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે ડોકયુમેન્ટ તેના શેઠનો દીકરો ધ્રુવલ રસીકભાઈ કોરાટ તેની પાસેથી લઈ ગયેલ હતો. આથી પોલીસ ધ્રુવલને પકડી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેણે જ આ એકાઉન્ટ ખોલાવેલ હતું અને તે એકાઉન્ટ સુરત રહેતા કૌશીક પટેલ નામના શખ્સને ૫૦ હજાર પિયામાં વેચી દીધેલ હતું. આથી, હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં ધ્રુવલની ધરપકડ કરી જેતપુર કોર્ટમાં રજુ કરી, હૈદરાબાદ લઈ ગયેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application