જુલાઇ મહિનામાં ૧૧.૧ લાખ કેસ: ૧૯૧૨૨ના મોત

  • August 01, 2020 11:49 AM 690 views

 

ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસના કેસ નોંધાયા છે, જુલાઈ મહિનાના અંતિમ દિવસે ૫૭,૦૦૦ કરતા વધારે નવા કેસ નોંધાયા છે. યારે દેશમાં જુલાઈ મહિનાનાના ૩૧ દિવસમાં ૧૧.૧ લાખ કોરોના પોઝિટિવ કેસ અને ૧૯,૧૨૨ લોકોના વાયરસના કારણે મોત થયા.

જુલાઈમાં ૨.૮ ગણા વઘારે કેસ નોંધાયા છે, આ પહેલા માત્ર ૪ લાખ કેસ હતા. આજ રીતે જુલાઈમાં ૧.૬ ગણા વધુ મોત નોંધાયા છે, જુનમાં ૧૧,૯૮૮ લોકોના કોરોના વાયરસના લીધે મોત થયા હતા. સતત કેસમાં ઉછાળો આવી રહ્યો છે, જેમાં જુલાઈના પાછલા પખવાડિયામાં ૭.૩ લાખ નવા કેસ નોંધાયા છે, જે પહેલા પખવાડિયા કરતા બમણા છે.
જુલાઈના પાછલા પખવાડિયામાં ૧૧,૬૦૦ કરતા વધારે લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે, જે મહિનાના કુલ કેસના ૬૦% થાય છે.
રાય સરકારોના આંકડા પ્રમાણે શુક્રવારે દેશમાં ૫૭,૧૫૧ નવા કેસ નોંધાયા છે, આ સાથે કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૧૬.૯૪,૯૧૮ થયો છે. શુક્રવારે વધુ ૭૬૬ લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો.
આંધ્રપ્રદેશમાં ૧૦,૩૭૬ નવા કેસ નોંધાયા છે, જે મહારાષ્ટ્ર્ર (૧૦,૩૨૦) કરતા વાધારે છે, પાછલા ત્રણ દિવસમાં આવું બીજી વખત બન્યું ચે. આ સાથે આંધ્રપ્રદેશમાં ૧૦,૦૦૦ કરતા વધારે કેસ પાછલા ત્રણ દિવસ નોંધાયા છે. રાયમાં કેસનો કુલ આંકડો ૧.૪ લાખ થયો છે જે દિલ્હી કરતા વધી ગયો છે. આમ મહારાષ્ટ્ર્ર (૪.૨ લાખ) અને તામિલનાડુ (૨.૫ લાખની નજીક) અને તે પછી ત્રીજા નંબરનું રાય બની ગયું છે.
આંધ્રપ્રદેશ સિવાય ૮ રાયો છે યાં શુક્રવારે એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ બન્યો છે. જમાં ઉત્તરપ્રદેશ (૪,૪૫૩), બિહાર (૨,૯૮૬), પશ્ચિમ બંગાળ (૨,૪૯૬), આસામ (૨,૧૧૨), તેલંગાણા (૧,૯૮૬), કેરળ (૧,૩૧૦) અને પંજાબ (૬૬૫)નો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર્રમાં નવા કેસમાં ઉછાળો આવ્યા પછી શુક્રવારે ૧૦,૩૨૦ કેસ સાથે ઘટાડો નોંધાયો છે, રાયમાં સતત બીજા દિવસે ૧૦,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. રાયમાં એકિટવ કેસનો આંકડો ૧.૫ લાખ પર પહોંચ્યો છે

 

  • દેશમાં અત્યાર સુધીનું કોરોનાનું ભયાનક સ્વરૂપ: નવા ૫૭૧૧૭ કેસ, ૭૬૪ના મોત
  • કુલ ૧૬,૯૫,૯૮૮ કેસ, ૧૦,૯૪,૩૭૪ સાજા થયા, ૩૬૫૧૧ના મોત: દરરોજ રેકોર્ડ બનાવતો–તોડતો કોરોન

 

ભારતમાં હવે કોરોના વાયરસની રતાર દિવસેને દિવસે ઝડપી બની રહી છે. દરરોજ પચાસ હજારથી વધુ કેસ મળી રહ્યા છે. આજે તો દેશમાં કોરોના વાયરસે શુક્રવારનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૭ હજારથી વધુ કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. આ રીતે દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૫૭ લાખની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૭૧૧૭ પોઝિટીવ કેસ મળ્યા છે યારે ૭૬૪ લોકોના મોત થયા છે. આજના આંકડાને મેળવીને દેશભરમાં કોરોનાના કુલ ૧૬,૯૫,૯૮૮ દર્દી થઈ ગયા છે. જો કે કુલ કેસમાં ૫,૬૫,૧૦૩ કેસ એકિટવ છે તો ૧૦,૯૪,૩૭૪ લોકોએ કોરોનાને હરાવીદીધો છે. કોરોના વાયરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા ૩૬૫૧૧ થઈ ગઈ છે. આપહેલાં શુક્રવારે કોરોનાએ એક દિવસમાં પાછલા તમામ રેકોર્ડ તોડી નાખતાં એક જ દિવસમાં પોઝિટીવ કેસનો આંકડો ૫૫ હજારને પાર કરી નાખ્યો હતો. શુક્રવારે કોરોનાના ૫૫,૦૭૯ કેસ સામે આવ્યા હતા અને ૭૭૯ લોકો મોતને ભેટયા હતા.

રાજ્યમાં કુલ કેસોના ૪૭ ટકા કેસ એકલા જુલાઈ મહિનામાં જ નોંધાયા

 

કોરોનાના નવા કેસોમાં જુલાઈ મહિનો પીક પર રહ્યો છે. જૂન મહિનાના અંતથી અત્યાર સુધી નવા કેસ નોંધાવાની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આંકડાઓ મુજબ ૩૦ જૂને કોરોનાના ૬૨૦ કેસ નોંધાયા હતા જે ૩૧ જુલાઈના રોજ લગભગ બમણા થઈને ૧૧૫૩ થયા હતા. જણાવી દઇએ કે રાયમાં અત્યાર સુધી ૩૦ જુલાઈએ સૌથી વધુ ૧૧૫૯ કેસ નોંધાવાનો રેકોર્ડ છે. ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૩ કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો પણ ૬૧,૪૩૮એ પહોંચ્યો છે. યારે એક જ દિવસમાં વધુ ૨૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુ પામનારની સંખ્યા ૨૪૪૧ થઈ ગઈ છે.


છેલ્લા ૧૧ દિવસમાં રાયમાં કોરોનાના ૧૦૦૦થી વધુ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાયમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૬૧,૪૩૮ કેસ નોંધાયા છે. જેમાંથી ૨૮૭૯૫ એટલે કે ૪૬.૮% એકલા જુલાઈ મહિનામાં જ નોંધાયા છે. એક દિવસમાં વધુ ૨૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆકં ૨૪૪૧ પર પહોંચ્યો છે.


જુલાઈમાં પણ સુરત અમદાવાદથી આગળ નીકળીને કોવિડ –૧૯ દ્રારા સૌથી વધુ અસરગ્રસ્ત શહેર બન્યું છે. અમદાવાદના ૫,૬૦૪ સામે સુરતમાં ૮,૨૪૦ કેસ નોંધાયા છે. શુક્રવારના આંકડા મુજબ સુરતમાં ૨૮૪ યારે અમદાવાદમાં ૧૭૬ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૬,૫૧૭ યારે મૃત્યુઆકં ૧,૫૯૭ પર પહોંચ્યો છે. શુક્રવારે અમદાવાદમાં નોંધાયેલા ૧૭૬ કેસમાંથી ૧૪૦ શહેરના અને ૩૬ ગ્રામીણ વિસ્તારના છે.


અમદાવાદ અને સુરત ઉપરાંત અન્ય જિલ્લામાં પણ પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ૧ જુલાઈના રોજ રાયના ૬૭૫ કેસમાંથી સુરત અને અમદાવાદ સિવાય ૩૧ જિલ્લાઓનો હિસ્સો ૨૫૯ એટલે કે આશરે ૩૮% હતો. યારે ૩૧ જુલાઈના રોજ રાયમાં નવા નોંધાયેલા ૧,૧૫૩માથી ૬૮૮ એટલે કે લગભગ ૬૦% હિસ્સો હતો.


વડોદરા જે કેસોની સંખ્યાના સંદર્ભમાં અમદાવાદ અને સુરત પછી ત્રીજા સ્થાને છે. ત્યાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આંકડા મુજબ ૧ જુલાઈના રોજ વડોદરામાં ૫૭ કેસ નોંધાયા હતા, જે ૩૧મી જુલાઈએ વધીને ૯૦ પર પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે વડોદરામાં છેલ્લા ૮ દિવસથી કોરોનાના દરરોજ ૯૦થી વધારે કેસ જોવા નોંધાઈ રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application