ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરીનો ૮.૬૫ લાખનો મુદ્દામાલ કબજે

  • June 30, 2020 10:16 AM 158 views

એલસીબી પી.આઈ. એ પાંચ શખ્સો સામે નોંધી ફરિયાદ : ત્રણ હાલ અન્ય ગુનામાં જેલમાં છે તો બે ફરાર

ભાવનગર એલસીબી ઇન્સપેકટર ઓડેદરાએ અનેક ચોરીઓમાં સંડોવાયેલ ઘરફોડ ગેંગના પાંચ સભ્યો સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવતા પોલીસે ખેરાલુ, વહેગામ, મહેસાણા, વડોદરા અને ભાવનગરના મળી પાંચ શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરેલ છે. આ પાંચ પૈકી ત્રણ શખ્સો જેલ હવાલે છે જયારે કે બે હજુ નાસતા ફરતા છે.  શહેરના ભરતનગર, ઘોઘારોડ, નીલમબાગ અને બોરતળાવ તેમજ તળાજા પોલીસ મથકમાં કુલ 21 ગુન્હાઓ આ ગેંગ સામે નોંધાયા છે.

ભાવનગર પોલીસે ભારતસિંગ ઉર્ફે મંગલસિંગ ચંપાસિંગ ભોડ (રહે. ખેરાલુ), જુગલસિંગ મચ્છરસિંગ ઉર્ફે માયાસિંગ ખીચી ( રહે. દહેગામ), મેહુલ ઉર્ફે કાળુ પરેશભાઇ સોલંકી (રહે. મહેસાણા), સોનુસિંગ ગુરૂવેદસિંગ પ્રેમસિંગ અટ્રેલ ( રહે.શીતળામાના મંદિર પાસે, ભાવનગર) સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે. આ પાંચ પૈકી પ્રથમ ત્રણ આરોપીઓ અગાઉ ઝડપાય ગયા છે અને હાલ જેલ હવાલે છે. જયારે છેલ્લા બે નાસતા ફરતા છે. તમામ આરોપીઓ સામે જાન્યઆરી- 2020 થી જૂન સુધીમાંચોરીના અનેક ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. આ શખ્સો સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં-6, ઘોઘારોડ-6 તેમજ નિલમબાગમાં-3,બોરતળાવમાં- 5 અને એક તળાજા સહીત કુલ 21 ગુન્હાઓ દાખલ થયા છે. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના,રોકડ તથા કાર મળી લાખો રૂપીયાનો મુદામાલ તથા ચોરીમાં વાપરવામા આવતા જુદા-જુદા ઓજારો પણ કબ્જે લેવાયા છે. આ તમામ રીઢા ઘરફોડ ચોરીનાં ગુન્હાઓની ગેંગના સભ્યોએ ભાવનગર શહેરનાં ચાર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોની હદમાં બંધ મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશી, રૂમમાં રહેલા કબાટો તોડી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી ઉપરાંત તળાજા-પાલિતાણા હાઇવે વિસ્તાર પર આવેલ ફેકટરીમાંથી ઘરફોડ ચોરી કરી ગુન્હા આચરેલ છે. પોલીસે કુલ રૂ.8,65,250નો મુદામાલ રીકવર કરેલ છે.

   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application