ગુજરાતમાં રેમડેસિવિર પછી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની અછત

  • April 21, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

40,000થી વધુની કિંમતનું ઇન્જેક્શન ક્યાંય મળતું નથી, કોરોના સંક્રમિત ગંભીર દર્દીને અંતિમ તબક્કે આપવામાં આવે છે, દર્દીઓની રઝળપાટ

 



ગુજરાતમાં રેમડેસિવિર પછી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની અછત વતર્ઇિ રહી છે. આ ઇન્જેક્શન કોરોના સંક્રમણના ગંભીર દર્દીને જીવતદાન આપી શકે છે. ગંભીર કોવિડ દર્દીઓને રૂપિયા ખર્ચવા છતાં આ ઇન્જેક્શન મળી શકતા નથી.

 


ગુજરાત સરકાર એવો દાવો કરે છે કે કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ ઘણી હોસ્પિટલોમાં હજી પણ રેમડેસિવિલ, ઓક્સિજન, બેડ અને અન્ય સાધનોની અછત વતર્ઇિ રહી છે. હવે ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન નહીં મળતાં દર્દીઓ જોખમી બની રહ્યાં છે.

 


હોસ્પિટલમાં દર્દીના સગાં આ ઇન્જેક્શન મેળવવા કલાકો સુધી ભટકે છે છતાં ઇન્જેક્શન મળતા નથી. રાજ્યના આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીને પૂછતાં તેમણે કહ્યું હતું કે આ ઇન્જેક્શન બહારથી મંગાવવા પડે છે. અંદાજે 40 હજારનું આ ઇન્જેક્શન અત્યારે હોસ્પિટલમાં નહીંવત છે. ઇન્જેક્શનનો નવો જથ્થો 25મી એપ્રિલ પછી આવે તેવી સંભાવના છે.

 


કોવિડના ક્રિટીકલ દર્દીને આ ઇન્જેક્શન આપીને જીવ બચાવવામાં આવે છે. આ ઇન્જેક્શન ગુજરાતમાં હાલ ક્યાંય પણ મળતું નથી. બજારમાં તે ઉપલબ્ધ નથી. ઘણી જગ્યાએ આ ઇન્જેક્શનનની મૂળ કિંમત કરતાં વધારે વેચાણ કિંમત વસૂલ કરવામા આવી રહી છે.

 


અમદાવાદ મેડીકલ એસોસિયેશનના પ્રમુખ ડો. કિરીટ ગઢવીનું કહેવું છે કે રેમડેસિવિરની જેમ ટોસિલિઝુમેબની પણ દર્દીના સ્નેહીઓ દ્વારા કરવામાં આવતી પેનિક બાઇંગના કારણે અછત સર્જાઇ છે. આ ઇન્જેક્શન અંતિમ સ્ટેજમાં આપવામાં આવતું હોય છે પરંતુ શરૂઆતના સ્ટેજમાં આપી દેવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS