શહેરમાં ફરી રેમીડેસીવીર ઈન્જેક્શનની અછત: જરૂરિયાતની સામે ફાળવણી ઓછી

  • April 23, 2021 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તબિબો દ્વારા સારવાર માટે સામાન્ય સંજોગોમાં પણ પ્રિસ્ક્રાઈબ થવા લાગતા

બે દિવસથી શહેરમાં એકપણ ઈન્જેકશન આવ્યા નથી

 


ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના મહામારીની સ્થિતિ દિન-પ્રતિદિન વણસી રહી છે. લોકો સારવાર લેવા માટે ટળવળી રહ્યા છે. અનેક લોકો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. ગંભીર સ્થિતિ ન થાય તો આ રેમીડેસીવીર ઈન્જેક્શન જરી નથી હોતુ પરંતુ તબિબો સામાન્ય સંજોગોમાં પણ ભલામણ કરવા લાગતા માંગ વધી છે અને અછત વતર્ઈિ રહી છે. જરી હોય તેને જ આ ઈન્જેક્શન દેવાને બદલે સતત માંગ વધતી જતા જેમને સાચે જર હોય તેમને ખરા સમયે ઈન્જેક્શન ન મળતા સ્થિતિ કફોડી બની છે. ઉપરથી પણ ઈન્જેક્શનોની ફાળવણી ઓછી થતા છેલ્લા બે દિવસથી શહેરમાં રેમીડેસીવીરની ફરી અછત સર્જાઈ છે.

 


સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજના સરેરાશ 1200 થી 1500 ઇન્જેક્શનની જરિયાત સામે માત્ર સરેરાશ રોજના 600 જેટલા ઇન્જેક્શન ઉપલબ્ધ થાય છે. છેલ્લા છ દિવસમાં કુલ 3600 ઇન્જેક્શન મળ્યા છે અને બે દિવસથી શહેરમાં એકપણ ઈન્જેકશન આવ્યા નથી.

 


કોરોનાની સારવારમાં રેમીડેસીવીર ઇન્જેક્શન પણ તબીબી માર્ગદર્શન પ્રમાણે જરી હોય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં રોજના બસ્સોથી અઢીસો પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાય છે. જેની સામે 28 જેટલી હોસ્પિટલમાં 1500થી વધુ બેડની ઉપલબ્ધિ સાથે દર્દીઓની સારવાર ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં આ ઈન્જેક્શનની માંગ વધી રહી છે. સર ટી. હોસ્પિટલમાં રોજના 250 થી 300 અને ખાનગી હોસ્પિટલમાં રોજના 350 થી 400 ઇન્જેક્શન ફાળવવામાં આવે છે.પરંતુ પરિસ્થિતિ પ્રમાણે રોજના1500 રેમેડેસિવિર ઇન્જેક્શનની જરીયાત છે. તા.21 અને ગઇકાલ 20ના રોજ 800-800 જ્યારે તા.19 અને 18 ના રોજ એક પણ ઇન્જેક્શન ફાળવ્યું ના હતું. તેમજ તા.17 અને 16 ના રોજ એક એક હજાર ઇન્જેક્શન ફાળવ્યા હતા.

 


સરકાર દ્વારા હોમ આઈસોલેશન દર્દીને પણ આ ઇન્જેક્શન મળે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલ રેમીડેસીવીર ઈન્જેક્શન આપવામાં આવતા નથી. .

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS