થ્રેસર મશીનમાં શ્રમિકનું હાથ-માથું ફસાઈ જતા કમકમાટી ભર્યું મૃત્યુ

  • March 09, 2023 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં એક વાડીમાં ખેતી કામ દરમિયાન કરુણાજનક કિસ્સો બન્યો છે, અને એક ખેડૂત યુવાન નું માથું થ્રેશર મશીનમાં ફસાયું હતું અને તેનો હાથ અને માથું છુંદાઈ જતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.


મૂળ દાહોદનો વતની અને હાલ ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા વિનુભાઈ બચુભાઈ ડામોર નામના ૩૫ વર્ષના આદિવાસી યુવાનનું ચાલુ થ્રેસરમાં હાથ અને માથું આવી જતા ગંભીર સ્વરૂપે ઘાયલ થયા પછી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને કરુણ મૃત્યુ નિપજ્યું હતું.


 આ બનાવ અંગે મૃતકની પત્ની ઝુમલીબેન વિનુભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ ધ્રોળની સરકારી હોસ્પિટલે પહોંચી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application