કોરોનાની મંદીના કાળમાં સારું પેકેજ મળવાની આશા ઓછી છે. પણ જો તમારામાં ટેલેન્ટ છે તો પછી દુનિયાની કોઈ પણ કંપ્ની મોટું પેકેજ આપવામાં પાછળ પડતી નથી. આવામાં એક ગુજરાતી યુવકનું નસીબ ચમક્યું છે. કચ્છના યુવકને ન્યૂયોર્કમાં 2.40 કરોડનું પેકેજ મેળવ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જ કચ્છી યુવકના ઝોળીમાં ઝળહળતી સફળતા આવી છે.
ન્યૂયોર્કમાં 2.40 કરોડના પેકેજ સાથે કારકિર્દીની કેડી કંડારનાર કચ્છી યુવાન કેવલ મોરબીયાએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. ભૂજ શહેરની નજીક લાખોંદ મુકામે આવેલી બીએમસીબી સ્કૂલ અને ભૂજની સંસ્કાર સ્કુલના પૂર્વ વિદ્યાર્થી અને બીએમસીબી બેંકના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્ર મોરબીઆના પુત્ર કેવલ મોરબીઆએ વિશ્વ કક્ષાએ સિદ્ધિ મેળવી છે. ભૂજના યુવાને વિશ્વની ટોપ 5 યુનિવર્સિટીમાં ગણાતી યુનિવર્સિટી ઓફ ઈલીનોય એટ અબર્નિા શેમ્પ્ન (યુઆઇયુસી) માંથી 100 પર્સન્ટાઈલ સાથે ટોપ કર્યું છે.
કેવલ મોરબીયાએ B.E. ( CS ) BITS Pilaniમાંથી 9.7 સીજીપીએ સાથે યુનિવર્સિટીમાં ટોપ રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ ખજ.ઈજ્ઞળા. MS.Comp. ( Artificial Intelligence )ની પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી વિશ્વની ટોપ-5 યુનિવર્સિટીમાં આવતી યુનિવર્સિટી ઓફ ઈલીનોય એટ અબર્નિા શેમ્પ્ન (યુઆઇયુસી) માંથી 100 પર્સન્ટાઈલ પ્રાપ્ત કયર્િ હતા. શિક્ષણની સાથે કેવલે યુએસએમાં Amazon અને Microsoft જેવી કંપ્નીઓમાંથી ઈન્ટર્નશિપ કરી હતી. જેના બાદ કેવલને ન્યૂયોર્કની Multinational Co. Bloombergમાં રિસર્ચ એન્જિનિયર તરીકે નોકરી મળી છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે કરિયરની શરૂઆત કરનાર કેવલે તેની પહેલી જ કંપ્નીમાં 2.40 કરોડનું પેકેજ મેળવ્યું છે.
કરિયરની શરૂઆતમાં જ રૂપિયા 2.40 કરોડનું પેકેજ મેળવીને કેવલે ન માત્ર કચ્છનું પણ રાજ્યનું નામ પણ રોશન કર્યું છે. એટલુ જ નહિ, યુએસએની ટોપ એ કોન્ફરન્સમાં કેવલને રિસર્ચ પેપર અને પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવવામાં આવ્યો હતો, જે તેની યશ કલગીમાં છોગા સમાન છે. કેવલના પરિવારમાં શિક્ષણનું મહત્વ વધારે છે. તેમના પરિવારમાં મોટાભાગના સદસ્ય સીએ છે. તેમના પિતા મહેન્દ્ર મોરબીઆ બીએમસીબી બેંકના ફાઉન્ડર ચેરમેન છે. તો ભૂજ મર્કેન્ટાઈલ બેંક જનરલ મેનેજર સીએ સ્મિત મોરબીઆ, એસ કેયુરી મોરબીઆ અને નિર્મલ મોરબીઆ તેના ભાઈ-બહેન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઓહ..: આ કારણે બોલર શાર્દુલની મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સાથે થઇ રહી છે સરખામણી
January 24, 2021 05:28 PMઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech