કચ્છમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની જનતાએ ભાજપના ઉમેદવાર પર વિશ્ર્વાસ મુકયો

  • March 03, 2021 09:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છમાં ગ્રામ્ય વિસ્થતતારથી શહેરી વિસ્તારના લોકોએ ભાજપ પર ભરોસો મુકયો છે. જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. તો કોંગ્રેસ તાલુકા પંચાયતમાં અને નગરપાલિકામાં બે ડીઝીટ આંકડા સુધી પણ પહોંચી નથી. સૌથી આંચકારૂપ કોંગ્રેસ માટે વિરોધપક્ષના નેતાને પણ પરાજીત થવું પડયું છે.

 


કચ્છ જિલ્લા પંચાયતની ૪૦ બેઠકોમાંથી ૩૨ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા યારે કોંગ્રેસ ૮ બેઠકો પર સમેટાઇ હતી જેમાં જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના કદાવર નેતા વી.કે.હત્પંબલ પણ ગાંધીધામ તાલુકાના ગળપાદર જિલ્લા પંચાયત પરથી પરાજીત થયા હતા.
કચ્છ જિલ્લા પંચાયતમાં હાલમાં પણ ભાજપ સત્તાસ્થાને હતું પરંતુ આ ચુંટણીમાં ભાજપે વધુ સા પરિણામ મેળવ્યુઋ છે જેમાં ૩૨ બેઠકો પર કબજો કરી કોંગ્રેસના કદાવર નેતાઓને પણ પછડાટ આપી છે.

 


તાલુકા પંચાયતમાં પર પણ કબજો મેળવ્યો છે. જો કે લખપત અને અબડાસા તાલુકા પંચાયત પર કોંગ્રેસ લોકોના દિલ જીતી લીધા હતા અને આ બંને તાલુકા પંચાયતો પર વિજય મેળવ્યો છે. પરંતુ આ ઉપરાંતની તમામ તાલુકા પંચાયત ભાજપે કબજે કરી લીધી છે.

 


કચ્છની પાંચ નગરપાલિકાની ચુંટણીઓમાં પણ ભાજપનો દબદબો રહૃાો છે અને પાંચેય નગરપાલિકામાં જંગી બહત્પમતીથી ભાજપ સત્તાસ્થાને આવ્યું છે. તમામ નગરપાલિકાનું પરીણામ કોંગ્રેસ માટે નિરાશાજનક સાબીત થયુઋ છે. નવી બનેલી મુન્દ્રા નગરપાલિકા પણ ભાજપે કબ્જે કરી લીધી હતી.

 


કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચચાયત અને નગરપાલિકાની આંકડાકીય વિગતો મુજબ જિલ્લા પંચાયતની ૪૦ બેઠકોમાંથી ૩૨ ભાજપ અને ૮ કોંગ્રેસે મેળવી છે તો ભુજ તાલુકા પંચાયતની ૩૨ માંથી ૨૧ ભાજપે અને ૮ કોંગ્રેસે મેળવી હતી યારે ત્રણ બીનહરીફ ચુઋટાયા હતા. ભચાઉમાં પણ ૨૦ પૈકી ૧૬ ભાજપે અને ૪ કોંગ્રેસે મેળવી હતી. રાપર તાલુકા પંચાયતમાં ૨૪ પૈકી ૨૧ ભાજપે અને ૩ કોંગ્રેસે, ગાંધીધામ તાલુકા પંચાયતની ૧૬ પૈકી ૧૧ પર ભાજપનો વિજય થયો હતો યારે ૩ કોંગ્રેસના ફાળે ગઇ હતી અને એક બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર વિજેતા બન્યો હતો. યારે એક બીનહરીફ બેઠક પરથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

 


મુન્દ્રા તાલુકા પંચાયતમાં ૧૮ પૈકી ૧૦ ભાજપ, ૮ કોંગ્રેસ, અંજારમાં ૨૦ પૈકી ૧૫ ભાજપ, ૫ કોંગ્રેસ, નખત્રાણામાં ૨૦માંથી ૧૪ ભાજપ, ૬ કોંગ્રેસ, માંડવીમાં ૨૦માંથી ૧૭ ભાજપ અને ૨ કોંગ્રેસને મળી હતી યારે લખપતમાં ૧૬ પૈકી ૭ ભાજપ અને ૯ કોંગ્રેસ, અબડાસામાં ૧૮માંથી ૮ ભાજપ અને ૧૦ કોંગ્રેસને મળી હતી. આમ કચ્છમાં બે તાલુકા પંચાયત ર કોંગ્રેસે સરસાઇ કરી છે.

 


નગરપાલિકામાં પાંચયેમાં ભાજપે દબદબો મેળવ્યો છે. અંજારમાં ૩૬માંથી ૩૩ ભાજપ, ૧ કોંગ્રેસ, ૨ બીનહરીફ, ભુજમાંથી ૪૪માંથી ૩૬ ભાજપ, ૮ કોંગ્રેસ, ચાર બીનહરીફ, ગાંધીધામમાં ૫૨માંથી ૪૭ ભાજપ, ૫ કોંગ્રેસ, માંડવીમાં ૩૬માંથી ૧૯ ભાજપ, ૯ કોંગ્રેસ અને મુન્દ્રામાં ૨૮માંથી ૧૯ ભાજપ અને ૯ કોંગ્રેસે બેઠકો મેળવી હતી.
આમ કચ્છ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચુંટણીમાં ભાજપે દબદબો મેળવ્યો હતો અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડયો છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS