કચ્છના માધાપરમાં સાસુ બાદ વહૂનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ, કચ્છમાં કુલ કેસ 3

  • April 09, 2020 10:00 PM 2003 views

 

કચ્છમાં પણ આજે કોરોનાના કેસમાં વધારો થયો છે. આજે કચ્છમાં ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. માધાપરની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાને લોકલ ટ્રાંશમીશનથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાની સાસુનો રિપોર્ટ અગાઉ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે કચ્છમાં કુલ કેસ 3 નોંધાયા છે. 

 

કચ્છમાં માધાપરની મહિલાના રિપોર્ટ સાથે રાજ્યમાં કુલ કેસ 280 થયા છે. સાંજ બાદ વડોદરામાં 17 કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application