રાજકોટના પોશ વિસ્તાર જાગનાથ પ્લોટના ફ્લેટમાં એક માસથી કુટણખાનું ધમધમતું હતું

  • May 08, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસના દરોડામાં મહિલા સંચાલિત કુટણખાના પરથી સિકકીમ અને બેંગ્લોરની યુવતી મળી આવી:માતા–પુત્ર,ગ્રાહક સહિત ત્રણ પકડાયા,હિરેન ઉર્ફે સંજય નામના દલાલની શોધખોળ:ગ્રાહક પાસેથી ૧૫૦૦ લઇ યુવતીને ૫૦૦ આપતા હતા

 


શહેરના પોષ વિસ્તાર જાગનાથ પ્લોટમાં આવેલા વિણા એપાર્ટમેન્ટમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડો હતો.પોલીસે અહીં લોહીનો વ્યાપાર કરાવનાર મહિલા અને ગ્રાહક શોધી લાવનાર તેના પુત્ર તથા મોજમજા કરવા આવેલા ગ્રાહકને ઝડપી લીધો હતો.દરોડા દરમિયાન અહીંથી સિક્કીમ અને બેંગ્લોરની યુવતી મળી આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં એક માસથી અહીં કુટણખાનું ધમધમતું હતું.ગ્રાહક શોધી લાવનાર તરીકે હિરેન ઉર્ફે સંજય પટેલનું નામ સામે આવતા પોલીસે આ દલાલને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

 


કુટણખાનાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જાગનાથ પ્લોટ શેરી નં.૧૫માં આવેલા વિણા એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતી રીટા ચિન્નોઇભાઈ પટણી (ઉ.વ.૩૮) નામની મહિલા પોતાના ફ્લેટમાં બહારથી યુવતીઓને બોલાવીને કૂટણખાનું ચલાવતી હોવાની બાતમી મળતા પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.પટેલ તથા તેમની ટીમે અહીં દરોડો પાડો હતો.દરમિયાન અહીં મોજમજા કરવા આવેલો કોઠારિયા રોડ પરની કેદારનાથ સોસાયટીમાં રહેતો મિતુલ રમેશ વિરાણી (ઉ.વ.૨૬) ઝડપાયો હતો.પોલીસે અહીં દરોડા દરમિયાન રીટા તેના પુત્ર ધવલ પટણી (ઉ.વ.૧૯) અને ગ્રાહક મિતુલ રમેશ વિરાણીની અટકાયત કરી હતી.

 


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રીટાએ અહીં ફ્લેટ ભાડે રાખી એક મહિનાથી આ ગોરખધંધો કરતી હતી.
અહીં સિક્કીમ તથા બેંગ્લોરની યુવતીને લેટમાં રાખી તેની પાસે લોહિનો વેપાર કરાવતી હતી, રીટાનો પુત્ર ધવલ અને તેનો મિત્ર સંજય ઉર્ફે હિરેન પટેલ ગ્રાહકોને શોધી લાવતા હતા. રીટા ગ્રાહક પાસેથી .૧૫૦૦ વસુલતી હતી અને યુવતીઓને ગ્રાહકદીઠ .૫૦૦ આપતી હતી. પોલીસે રોકડ અને ફોન સહિત કુલ .૨૨૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. ગ્રાહક શોધી લાવવાનું દલાલીનું કામ કરનાર સંજય ઉર્ફે હિરેન પટેલની પોલીસે શોધખોળ શ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS