દ્વારકા તાલુકાના કુરંગામાં યુવાને ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

  • November 24, 2023 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતા બોઘાભા અરજણભા માણેક નામના ૩૦ વર્ષના યુવાને પોતાના ઘરે પોતાના હાથે ઘરની છતના હુકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.


મૃતક બોઘાભાને દા‚ પીવાની ટેવ હોય અને દારૂનું આ વ્યસન તેનાથી છૂટતું ન હોવાથી દારૂના વ્યસનના કારણે કંટાળી ગયેલા તેમના પત્ની માજીબેન માવતરે જતા રહ્યા હતા. જેથી એકલતાભર્યું જીવન જીવતા બોઘાભા માણેકએ કંટાળીને આ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ જીલુભા અરજણભા માણેક (ઉ.વ. ૨૭) એ દ્વારકા પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application