કુંભ મેળો, હરિદ્વારમાં બે દિવસમાં 1000 કેસ

  • April 14, 2021 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનું ઉગ્ર સ્વપ, આજે અંતિમ શાહી સ્નાનમાં 20 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે


દેશમાં અને વિદેશમાં પ્રખ્યાત કુંભ મેળા માં પણ હવે કોરોનાવાયરસ મહામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને હરિદ્વારમાં છેલ્લા બે દિવસ દરમિયાન 1000 જેટલા કેસ બહાર આવ્યા છે અને ભારે મોટો પડકાર ઉભો થયો છે.

 


આજે કુંભ નું મુખ્ય શાહી સ્નાન છે અને 20 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને કોરોના અંગેના તમામ નિયમોનું પાલન કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આમ છતાં મહામારી એ એટેક કરી દીધો છે.

 


આજે વહીવટી તંત્ર તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ઘણા બધા અખાડા ના સંચાલકો દ્વારા પોતપોતાની તૈયારી સંપન્ન કરી લેવામાં આવી છે. આજે સવારે નવ વાગ્યાથી ક્રમ મુજબ અખાડાઓ દ્વારા ગંગાસ્નાન ની વિધિ શરૂ કરવામાં આવી હતી અને પ્રથમ 13 અખાડા આજે શાહી સ્નાનમાં ભાગ લઇ રહ્યા છે. હરિદ્વારમાં છેલ્લા બે દિવસમાં 2800 જેટલા કેસ બહાર આવ્યા છે અને દર્દીઓને પોતપોતાના વતનમાં મોકલવાની તેમજ કેટલાક ને ત્યાં જ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અસંખ્ય સાધુ-સંતો પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે અને ટેસ્ટિંગની કાર્યવાહીમાં ઘણા બધા પોઝિટિવ કેસ નીકળી પડતાં નિયમોનું પાલન કરાવવા માટે સખ્તાઇ પૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS